Jammu-Kashmir: પુલવામામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અથડામણમાં 3 આતંકીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના કાકાપોરા વિસ્તારમાં આવેલા એક ઘરમાં કેટલાક આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ પણ આતંકીઓ પર ફાયરિંગ કર્યું. આ અથડામણમાં 3 આતંકીઓનો ખાતમો થયો છે.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના કાકાપોરા વિસ્તારમાં આવેલા એક ઘરમાં કેટલાક આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ પણ આતંકીઓ પર ફાયરિંગ કર્યું. આ અથડામણમાં 3 આતંકીઓનો ખાતમો થયો છે. એવું કહેવાય છે કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કર એ તૈયબાનો એ આતંકી પણ સામેલ છે જેણે શ્રીનગરમાં બુરખો પહેરીને ભાજપના નેતાના ઘર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું હતું.
આતંકીઓ પાસેથી ભારે સંખ્યામાં હથિયાર અને ગોળા બારૂદ મળી આવ્યા છે. સુરક્ષાદળોએ આતંકીઓના ઠેકાણા પણ ધ્વસ્ત કર્યા છે. પુલવામામાં આતંકીઓ છૂપાયા હોવાની ખબર મળ્યા બાદ પુલવામા અને શોપિયામાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ. હવે જોકે હાલ અથડામણ પૂરી થઈ ગઈ છે. હાલાત સામાન્ય થતા વિસ્તારમાં જલદી ઈન્ટરનેટ સેવા બહાલ કરાશે.
ગુજરાત હાઈવે પર બેસ બનાવવાની મળી હતી જાણકારી
આતંકીઓ કેટલાય દિવસથી ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. તેઓ કાશ્મીરના અનંતનાગ, કુલગામ અને પુલવામાં જિલ્લા સાથે જોડાયેલા ગુજરાત હાઈવે પર પોતાનો બેસ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જ્યાં રહીને તેઓ કેટલાક અન્ય લોકોને પણ પોતાના સંગઠન સાથે જોડવા માંગતા હતા. આતંકીઓ આ માર્ગ પર મુસાફરી કરનારા મુસાફરોને પણ નિશાન બનાવવાની ફિરાકમાં હતા.
Terrorists involved in yesterday’s attack on BJP leader, in which one policeman martyred, have been killed. Police’s weapon also recovered: IGP Kashmir Vijay Kumar
(File photo) pic.twitter.com/6ROyZ8QqKu
— ANI (@ANI) April 2, 2021
શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન
આતંકીઓની ઈચ્છા હતી કે તેઓ અમરનાથ યાત્રામાં વિધ્ન નાખી શકે. તેઓ અમરનાથ યાત્રીઓને નિશાન બનાવવાની ફિરાકમાં હતા. જો પોતાના મનસૂબામાં સફળ થાત તો દેશમાં શાંતિ ભંગ થઈ શકત.
ભાજપના નેતાના ઘરે આતંકીઓએ કર્યો હતો હુમલો
ગુરુવારે આતંકીઓએ શ્રીનગરના નવગામમાં ભાજપના નેતા અનવર ખાનના ઘરે હુમલો કર્યો હતો. આતંકીઓના ફાયરિંગમાં અનવર ખાન બચી ગયા કારણ કે તેઓ ઘર પર હાજર નહતા આ ઘટનામાં એક પોલીસકર્મી શહીદ થયો હતો.
કાશ્મીર રેન્જના આઈજી વિજયકુમારે જણાવ્યું હતું કે તેમાંથી એક આતંકી બુરખો પહેરીને મહિલાના અવાજમાં કહ્યું હતું કે તે ભાજપ નેતાના વિસ્તારથી આવ્યો છે. તેને મહિલા સમજીને પોલીસકર્મીઓએ દરવાજો ખોલ્યો તો પાછળ ઊભેલા આતંકીએ રાઈફલ કાઢી હતી. સ્થિતિ જોતા પોલીસકર્મીઓએ દરવાજો બંધ કરવાની કોશિશ કરી પરંતુ આતંકીઓ ત્યારે ફાયરિંગ શરૂ કરી દીધુ. જેમાં પોલીસકર્મી રમીઝ રાજા શહીદ થઈ ગયા. પોલીસકર્મીઓના જવાબી ફાયરિંગથી તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ ભાજપના નેતાના મકાન પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજથી બે આતંકીઓની ઓળખ થઈ હતી.
પોલીસને ખબર પડી હતી કે તે લશ્કર એ તૈયબાના આતંકી છે અને શ્રીનગરમાં રહે છે. આ ઘટના બાદ પોલીસ અને સુરક્ષાદળોની જોઈન્ટ ટીમે પુલવામાની ઘેરાબંધી કરીને 3 આતંકીઓને ઘેર્યા હતા. ત્યારબાદ કાર્યવાહીમાં આતંકીઓ માર્યા ગયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે