Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના આટલા નોંધાયા કેસ, જાણો શું છે સ્થિતિ
કોરોના મહામારી અટકવાનું નામ જ નથી લેતી જાણે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના મહામારી અટકવાનું નામ જ નથી લેતી જાણે...પ્રશાસનની તમામ કોશિશો છતાં 24 કલાકમાં પાછા 34 હજારથી વધુ કેસ નોંધાયા છે. તથા એક દિવસમાં 375 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
એક દિવસમાં 34,457 નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34,457 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના કેસની સંખ્યા 3,23,93,286 પર પહોંચી ગઈ છે. જેમાંથી 3,61,340 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. આ સંખ્યા છેલ્લા 151 દિવસમાં સૌથી ઓછી છે.
COVID19 | India reports 34,457 new cases, 375 deaths in the last 24 hours; Active caseload stands at 3,61,340; lowest in 151 days pic.twitter.com/pXg40DtxC6
— ANI (@ANI) August 21, 2021
એક દિવસમાં 375 લોકોએ જીવ ગુમાવ્યા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 375 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,33,964 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ 97.54 ટકા થયો છે. જે ગત વર્ષ માર્ચ પછી સૌથી વધુ છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.34 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે