Covid cases in India: ભારતમાં કોરોનાની ડરામણી સ્પીડ વધી, આજે 2 લાખ 64 હજારથી વધુ દર્દીઓ નોંધાયા

ભારતમાં કોરોના સંક્રમણનો દર વધીને 14.78 ટકા થઈ ગયો છે. હાલમાં દેશમાં નવા વેરિઅન્ટ એટલે કે ઓમિક્રોનના 5,753 કેસ નોંધાયા છે.

Covid cases in India: ભારતમાં કોરોનાની ડરામણી સ્પીડ વધી, આજે 2 લાખ 64 હજારથી વધુ દર્દીઓ નોંધાયા

Covid Cases in India:  કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,64,202 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. આ આંકડો ગઈકાલે એટલે કે ગુરુવારની સરખામણીએ 6.7 ટકા વધુ છે. ભારતમાં કોરોના સંક્રમણનો દર વધીને 14.78 ટકા થઈ ગયો છે. હાલમાં દેશમાં નવા વેરિઅન્ટ એટલે કે ઓમિક્રોનના 5,753 કેસ નોંધાયા છે.

Active case: 12,72,073
Daily positivity rate: 14.78%

Confirmed cases of Omicron: 5,753 pic.twitter.com/GGQ8P7TzRZ

— ANI (@ANI) January 14, 2022

દેશમાં આજે ગઈકાલથી 16,785 વધુ કેસ નોંધાયા છે, જ્યારે ગઈકાલે કોરોના વાયરસના 2,47,417 કેસ નોંધાયા હતા. જ્યારે, આજે 2,64,202 નવા કેસ આવ્યા અને 1,09,345 રિકવર થયા છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા 12,72,073 છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 315 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4,85,350 લોકોએ જીવ ગુમાવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news