તુમ રક્ષક કાહુ કો ડરના...જાણો કોરોનાની મહામારીમાં વેક્સિન બનાવવામાં વાનરોએ આ રીતે કરી હતી મદદ!

રિસસ મકાકની કોવિડ -19 રસી અભ્યાસના નમૂના માટે સૌથી મહત્ત્વની ભૂમિકા હતી. બે સ્વતંત્ર અભ્યાસ મુજબ, રિસસ મકાક કે જે ભારતમાં વ્યાપકપણે મળી આવે છે તેવો  વાંદરો, કોવિડ -19 સામેની રસી માટેનું આશાસ્પદ પ્રાણી છે.

તુમ રક્ષક કાહુ કો ડરના...જાણો કોરોનાની મહામારીમાં વેક્સિન બનાવવામાં વાનરોએ આ રીતે કરી હતી મદદ!

તારક વ્યાસ, અમદાવાદઃ સંશોધનકારોએ તે નોંધ્યું છે કે લગભગ બે અઠવાડિયામાં રીસસ મકાકમાં કોવિડ -19 ઇન્ફેકશન માં રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓનો વિકાસ  થયો છે. આ વાનરે  વાયરલ ચેપ માટે અસરકારક રોગપ્રતિકારક પ્રતિક્રિયા પેદા કરવાના બધાજ  સંકેતો દર્શાવ્યા છે. એટલેકે આ તો પેલી ચોપાઈ જેવુંજ થયું કે તુમ રક્ષક કહું કો ડરના...

ચેપી રોગ અને પ્રાણીઓ
કોવિડ -19 જેવા ચેપી રોગોમાં, પ્રાણી અભ્યાસ વૈજ્ઞાનિકોને આગાહી કરવામાં મદદ કરે છે કે રસી કેટલી સારી રીતે કાર્ય કરશે.તેઓ  માહિતી આપે છે કે રસી દ્વારા શરૂ કરાયેલ રોગપ્રતિકારક કોષો રક્ષણાત્મક છે કે કેમ ? શું આ રસી માનવ માટે કાર્યક્ષમ રહેશે કે કેમ? અને આવા ચેપી રોગ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માં કેવી અસર કરશે. બે સ્વતંત્ર અભ્યાસ મુજબ, રિસસ મકાક કે જે ભારતમાં વ્યાપકપણે મળી આવે છે તેવો  વાંદરો, કોવિડ -19 સામેની રસી માટેનું આશાસ્પદ પ્રાણી છે.

કોરોના ની વેક્સીન માં બબુન વાનરનો અદભૂત ફાળો
નેચર માઇક્રોબાયોલોજીમાં,વૈજ્ઞાનિકોએ રસી વિકસાવવામાં સહાય માટે મકાકનો ઉપયોગ એક આશાસ્પદ મોડેલ તરીકે કરવાની ભલામણ કરી છે. અધ્યયનમાં એવું પણ જાણવા મળ્યું છે કે બેબૂનમાં ચેપી રોગનો વિકાસ વધુ જોવા મળ્યો  હતો, જેનાથી તે એન્ટીવાયરલ ઉપચારો અને ડાયાબિટીસ જેવા સહ-રોગનિવારણના મૂલ્યાંકન માટે સંભવિત વિકલ્પ બની શકે તેમ છે.અને નેચર કમ્યુનિકેશન્સમાં વૈજ્ઞાનિકોએ  અહેવાલ આપ્યો છે કે સાર્સ -કોવ.-2 થી ચેપ લાગેલ રીસસ મકાક્સે રક્ષણાત્મક રોગપ્રતિકારક પ્રતિભાવો વિકસિત કર્યા છે જે રસી દ્વારા ફરીથી ઉત્પન્ન કરી શકાય છે.

નેચર માઇક્રોબાયોલોજી અધ્યયનમાં, ટેક્સાસ બાયોમેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ટેક્સાસ બાયોમેડ) અને સાઉથવેસ્ટ નેશનલ પ્રીમેટ રિસર્ચ સેન્ટર (એસ.એન.પી.આર.સી.) ના સાયન્ટિસ્ટ્સે ત્રણ અમાનવીય પ્રાઈમેટ પ્રજાતિઓનું મૂલ્યાંકન કર્યું હતું કે જેમાં ભારતીય રીસસ મકાકસ, આફ્રિકન બબૂન અને નવી દુનિયાના કોમન મર્મોસેટ તથા યુવાન અને વૃદ્ધ પ્રાણીઓ. મર્મોસેટ એ ઝરીઝ અથવા સાગોઇન તરીકે પણ ઓળખાય છે,જેને નવી દુનિયા કે ન્યૂ વર્લ્ડ ના બાવીસ નવી વાનર જાતિઓ માની એક છે. તેઓએ શોધી કાઢ્યું  કે મકાક અને બેબૂન મોડેલોમાં ન્યુમોનિયા તરફ દોરી જતા તીવ્ર વાયરલ ચેપના ચિહ્નો વિકસિત થાય છે. અને  તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત પ્રતિસાદ કરે છે અને સાર્સ-કોવ -2 ચેપને સાફ કરે છે.

નેચર કમ્યુનિકેશન્સના અધ્યયનમાં, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસ ખાતેના કેલિફોર્નિયા રાષ્ટ્રીય પ્રીમેટ રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ  યુસી ડેવિસ ખાતે સારવાર કરાયેલા પ્રથમ માનવી દર્દીથી અલગ પડેલા આઠ રીસસ મકાક્સને સાર્સ-સીવી -2 વાયરસથી ચેપ લાગ્યો હતો. સંશોધનકારોએ લગભગ બે અઠવાડિયામાં રીસસ મકાકસમાં રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓની અસરકારક શરૂઆત નોંધી . આ પ્રાણીએ વાયરલ ચેપ માટે અસરકારક રોગપ્રતિકારક પ્રતિક્રિયા પેદા કરવાના બધા જ સંકેતો દર્શાવ્યા. આથી આદિ કાળ થી  આજ ના અત્યાધુનિક સમય માં પણ માનવીઓને સંકટથી બચાવવામાં વાનર જાતિ નું યોગદાન મહત્વપૂર્ણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news