Daddy Duties: બાળકને ન મળવા દેવું એ ભરણ પોષણની ચૂકવણી નહીં કરવાનું બહાનું ન બની શકે- મદ્રાસ હાઈકોર્ટ

Madhras High Court: મદ્રાસ હાઈકોર્ટે હાલમાં એવું અવલોકન કર્યું હતું કે પતિ-પત્ની વચ્ચે વૈવાહિક વિવાદ હોય ત્યારે પિતા તેના સગીર બાળક/બાળકોને ઉછેર માટે કર્તવ્યબદ્ધ છે અને તેમને મુલાકાતના અધિકાર માટે ઇનકાર કરવો એ આવા ભરણપોષણની ચુકવણીમાંથી મુક્તિ આપવાનું કોઈ કારણ નથી.

અત્રે જણાવવાનું કે જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમની બેન્ચે એક મહિલા દ્વારા દાખલ કરાયેલ કેસ ટ્રાન્સફરની અરજીમાં આદેશો પસાર કરતી વખતે આ અવલોકન કર્યું હતું. સુનાવણી દરમિયાન, કોર્ટે નોંધ્યું કે મહિલાના પતિ તેમના સગીર બાળકને કે જે માતાની કસ્ટડીમાં હતું તેમને વચગાળાનું ભરણપોષણ ચૂકવતા ન હતા. 

બીજી બાજુ પતિના વકીલે કહ્યું કે તેઓ સગીર બાળકની સંભાળ લેવા માટે તૈયાર છે, પરંતુ મહિલા તેમને બાળકને મળવાની મંજૂરી આપતી નથી, તેથી તેઓ વચગાળાનું ભરણપોષણ ચૂકવવાની સ્થિતિમાં નથી. વકીલે દોહરાવ્યું કે જ્યાં સુધી પત્ની તેને બાળકની મુલાકાત લેવાની પરવાનગી નહીં આપે ત્યાં સુધી તે વચગાળાના ભરણપોષણની ચૂકવણી કરી શકશે નહીં.

આ બાબતે, કોર્ટે પતિને તેના અભિગમ બદલ ફટકાર લગાવી અને કહ્યું, કે "પ્રતિવાદીના આવા અભિગમ, જે જાહેર સેવક છે, કોઈ પણ સંજોગોમાં, આ કોર્ટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે નહીં". કોર્ટે અવલોકન કર્યું હતું કે 11 માસની બાળકીની સંભાળ પતિએ લેવી જોઈએ, જે નેચરલ ગાર્ડિયન અને કમાતા સભ્ય છે.

આ વીડિયો પણ ખાસ જુઓ...

2020માં થયા હતા લગ્ન
કપલે 2020માં લગ્ન કર્યા. બંને વચ્ચે ગેરસમજના કારણે કપલ અલગ રહેવા લાગ્યું અને મહિલા તિરુચિરાપલ્લીમાં તેના માતા પિતાની પાસે જતી રહી. પતિએ પુનમલ્લીમાં  ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો અને મહિલાએ તિરુચિરાપલ્લીમાં ફેમિલી કોર્ટમાં તેની ટ્રાન્સફર માટે માંગણી કરી. પતિએ મહિલાની દલીલ પર આપત્તિ જતાવતા કહ્યું કે તે ડેન્ટિસ્ટ છે અને પ્રેક્ટિસ કરે છે અને પુનમલ્લીમાં તેના દ્વારા દાખલ  કેસને લડવા માટે સક્ષમ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news