અત્યંત આઘાતજનક, આ ક્રુર વહુએ વયોવૃદ્ધ સાસુને ઢોર માર માર્યો, જુઓ VIDEO
હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં એક વૃદ્ધ મહિલાની પીટાઈનો વીડિયો વાઈરલ થઈ જતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં વયોવૃદ્ધ મહિલાની પુત્રવધુ તેમની પીટાઈ કરતી જોવા મળે છે.
Trending Photos
નવી દિલ્હી: હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં એક વૃદ્ધ મહિલાની પીટાઈનો વીડિયો વાઈરલ થઈ જતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં વયોવૃદ્ધ મહિલાની પુત્રવધુ તેમની પીટાઈ કરતી જોવા મળે છે. કહેવાય છે કે વૃદ્ધ મહિલા નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજના સભ્ય રહી ચૂક્યા છે. વીડિયો વાઈરલ થયા બાદ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આ મામલે હસ્તક્ષેપ કર્યો અને આરોપી વહુ વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરાઈ છે.
રિષી બાગરી નામના ટ્વિટર યૂઝરે આ વૃદ્ધ સાસુની પીટાઈનો વીડિયો સીએમ ખટ્ટરને ટેગ કરીને ટ્વિટ કર્યો. બાગરીએ લખ્યું કે આ વીડિયો ક્લિપ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના નિવાજનગર ગામનો છે. જેને પાડોશીઓએ બનાવ્યો છે. આ વૃદ્ધ મહિલા આઝાદ હિંદ ફૌજની સભ્ય રહી ચૂકી છે અને લગભગ 30 હજાર જેટલું પેન્શન આવે છે. તેમની વહુ અવારનવાર તેમની પીટાઈ કરે છે. કૃપા કરીને મદદ કરો.
#Hariyana
સાસુને ક્રુરતાથી માર મારતો વીડિયો વાયરલ થયો છે. વહુ દ્વારા સાસુને માર મરાતો હોવાનો આ વીડિયો પાડોશી દ્વારા ઉતારવામાં આવ્યો છે. પાડોશીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને મુખ્યમંત્રી ખટ્ટેર પાસે મહિલાને મદદ કરવાની માગ કરી છે. pic.twitter.com/lArHIvrRMz
— Zee 24 Kalak (@Zee24Kalak) June 8, 2019
આ દરમિયાન હરિયાણા પોલીસનું કહેવું છે કે મહેન્દ્રગઢના નિવાઝનગર ગામમાં આ ઘટના ઘટી છે. પોલીસે જણાવ્યું કે અમે તેમને મેડિકલ પરીક્ષણ માટે લઈ જઈ રહ્યાં છીએ. ત્યારબાદ તેઓ જ્યાં જવા માંગતા હોય ત્યાં અમે તેમને પહોંચાડી દઈશું.
આ વીડિયોને અત્યાર સુધી 70,000થી વધુ લોકોએ જોયો છે. જ્યારે 4553 લોકોએ રિટ્વિટ કર્યો છે. પોલીસે જણાવ્યું કે આ વીડિયો પીડિતાની પૌત્રીએ જ રેકોર્ડ કર્યો હતો. સ્થાનિક લોકો આરોપી વહુ અંગે કશું પણ બોલતા ડરે છે. કારણ કે તેનો પતિ હરિયાણા પોલીસમાં છે.
This is deplorable and condemnable, such behavior should not be tolerated in civilised society.
A case has been registered and the accused has been arrested. https://t.co/WQ1mPLyb9W
— Manohar Lal (@mlkhattar) June 8, 2019
આ વીડિયો વાઈરલ થયા બાદ રાજ્યના મુખ્યમંત્રીએ તેને ખુબ ગંભીરતાથી લીધો અને આરોપી મહિલા વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરાઈ છે. સીએમ ખટ્ટરે ટ્વિટ કરીને આ જાણકારી આપી. તેમણે લખ્યું કે આ ખરેખર દુ:ખદ અને નિંદનીય છે. સભ્ય સમાજમાં આ પ્રકારના વ્યવહારને સહન કરી શકાય નહીં. આ અંગે મામલાને નોંધીને આરોપીની ધરપકડ કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે