ગળામાં સ્ટેથોસ્કોપ અને હાથમાં બંદૂક, આ છે બોર્ડર પર તહેનાત કેપ્ટન દીપશિખા છેત્રી! જાણવા જેવી છે કહાની
કેપ્ટન દીપશિખા છેત્રી સિક્કિમના રહેવાસી છે. અને તે રાજ્યના બીજા લેડી ઓફિસર છે. જેમને સેનામાં કમિશન મળ્યું છે. ડોક્ટર દીપશિખાએ આર્મી મેડિકલ એક્ઝામમાં આખા દેશમાં છઠ્ઠો રેન્ક હાંસલ કર્યો છે.
Trending Photos
નવી દિલ્લીઃ કેપ્ટન દીપશિખા છેત્રી સિક્કિમના રહેવાસી છે. અને તે રાજ્યના બીજા લેડી ઓફિસર છે. જેમને સેનામાં કમિશન મળ્યું છે. ડોક્ટર દીપશિખાએ આર્મી મેડિકલ એક્ઝામમાં આખા દેશમાં છઠ્ઠો રેન્ક હાંસલ કર્યો છે. છેલ્લાં કેટલાંક દિવસોથી ભારતીય સેના તરફથી લેડી ઓફિસર્સ માટે ઘણા સારા સમાચાર આવ્યા છે. ભારતીય સેનામાં હવે લેડી ઓફિસર્સને પણ સ્થાયી કમિશન મળવા લાગી છે. છેલ્લાં વર્ષે સેના તરફથી મહિલા સૈનિકોને જમ્મુ કાશ્મીર નિયંત્રણ રેખા (LOC)ની નજીક તહેનાત કરી ઈતિહાસ રચી દીધો. હવે સેનાએ વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો છે. સેનાએ કેપ્ટન ડોક્ટર દીપશિખા છેત્રીને ફ્રન્ટ લાઈન પર તહેનાતી કરી દીધી છે.
સિક્કિમની રહેવાસી છે કેપ્ટન દીપશિખા:
કેપ્ટન દીપશિખા છેત્રી સિક્કિમના રહેવાસી છે. અને તે રાજ્યના બીજા લેડી ઓફિસર છે, જેમને સેનામાં કમિશન મળ્યું છે. ડોક્ટર દીપશિખાએ આર્મી મેડિકલ કોલેજમાં આખા દેશમાં છઠ્ઠો રેન્ક મેળવ્યો છે. તેની સાથે જ તેમણે સેનાની મેડિકલ પરીક્ષામાં મહિલા ઉમેદવારોમાં બીજો રેન્ક મેળવ્યો છે. આ માત્ર કેપ્ટન દીપશિખા છેત્રી જ નહીં પરંતુ તેના માતા-પિતા અને આખા રાજ્ય માટે ગૌરવાશાળી ક્ષણ છે.
આર્મી મેડિકલ એક્ઝામની ટોપર:
કેપ્ટન દીપશિખાના પિતા રાજેન્દ્ર છેત્રી અને માતા બિંદુ છેત્રીને પોતાની પુત્રીની સિદ્ધિ પર ગર્વ છે. કેપ્ટન દીપશિખાએ સિક્કમ મનિપાલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝમાંથી MBBSની પરીક્ષામાં ટોપ કર્યું છે. કેપ્ટન દીપશિખા હવે આઠ મહિના સુધી ફ્રન્ટલાઈન પર પોતાનો કાર્યકાળ પૂરો કરશે. તે માત્ર એક ડોક્ટર જ નહીં પરંતુ એક સૈનિકની ડ્યૂટી પણ પૂરી કરશે. કેપ્ટન દીપશિખા માત્ર દેશના જ નહીં પરંતુ તે દરેક યુવા દીકરી માટે પ્રેરણા છે, જે કંઈક અલગ કરવાનું સપનું જુએ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે