Vaccination પહેલા દિવસે લોકોએ લીધી વેક્સીન, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- વાયરસના અંતની શરૂઆત
દેશમાં કોરોના વેક્સીન (Corona Vaccination)નો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક સંચાલિત થયા બાદ સરકારે સંતુષ્ટિ વ્યક્ત કરી છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને (Dr. Harsh Vardhan) શનિવાર સાંજે તેમના મંત્રાલયમાં અધિકારી સાથે બેઠક કરી સંપૂર્ણ અભિયાનનું વિશ્લેષણ કર્યું
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના વેક્સીન (Corona Vaccination)નો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક સંચાલિત થયા બાદ સરકારે સંતુષ્ટિ વ્યક્ત કરી છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને (Dr. Harsh Vardhan) શનિવાર સાંજે તેમના મંત્રાલયમાં અધિકારી સાથે બેઠક કરી સંપૂર્ણ અભિયાનનું વિશ્લેષણ કર્યું અને વેક્સીનેશનમાં સામેલ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા.
શીતળા અને પોલિયો બાદ હવે કોરોનાનો વારો
ડો. હર્ષ વર્ધનએ (Dr. Harsh Vardhan) કહ્યું કે, શીતળા અને પોલિઓ નાબૂદ થયા બાદ હવે દેશમાં કોવિડ-19નો વારો આવ્યો છે. આ કોવિડના અંતની શરૂઆત છે. હવે કોરોના સામેની લડત વધુ તીવ્ર બની છે. ગયા મહિનાથી દેશ આ અભિયાનની તૈયારી કરી રહ્યું હતું. શનિવારે, કોરોના રસીકરણ શરૂ કરવા માટે 20 દિવસ અગાઉથી ડ્રાય રન શરૂ કરવામાં આવ્યા હતા.
બપોરે વધી કોરોના વેક્સીન લગાવનારાની સંખ્યા
તેમણે કહ્યું કે, શનિવારે વેક્સીનેશનમાં અમને જે તમામ પ્રતિસાદ મળ્યા છે તે પ્રોત્સાહક છે. અનેક સ્થળોએથી પોર્ટલના સ્લો ચાલવાના સમાચાર મળ્યા, ત્યારબાદ ફરિયાદ મળતા જ સુધારો કરવામાં આવ્યો. શનિવારે સવારે ઝુંબેશ શરૂ થઈ ત્યારે, લોકો શરૂઆતમાં અનેક જગ્યાએ વેક્સીન લગાડવા આવ્યા ન હતા. પરંતુ બપોર સુધીમાં લોકોમાં આત્મવિશ્વાસ આવ્યો અને તેઓ વેક્સીન લેવા માટે વેક્સીન કેન્દ્રમાં આવવા લાગ્યા હતા.
વેક્સીનેશનના પહેલા તબક્કામાં 3 કરોડ લોકને રસી લાગશે
ડો. હર્ષ વર્ધનએ (Dr. Harsh Vardhan) જણાવ્યું હતું કે, કોરોના વેક્સીનેશનના (Corona Vaccination) પ્રથમ તબક્કામાં કુલ 3 કરોડ લોકોને વેક્સીન અપાવવી પડશે. દિલ્હી AIIMS માં શનિવારે સવારે સફાઇ કામદારને પહેલા કોરોના વેક્સીન આપી. તે પછી એઈમ્સના ડિરેક્ટર ડો. રનદીપ ગુલેરિયાને વેક્સીન લગાવાઈ. ત્યારબાદ સ્વાસ્થ્ય મંત્રાલયના ડાયરેક્ટર જનરલને પણ કોરોના વેક્સીન આપવામાં આવી. ડો.હર્ષવર્ધને કહ્યું કે, જ્યારે તેમનો વારો આવશે, ત્યારે તેઓ વેક્સીન પણ લગાવશે.
કોઈ પણ વ્યક્તિ સરકારને આપી શકે છે ફીડબેક
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, કોઈપણ વ્યક્તિ આ મહાભિયાન (Corona Vaccination) વિશે સરકારને પોતાનો ફીડબેક આપી શકે છે. સરકાર લોકોના સૂચનો પર વિચાર કરશે અને તેની ખામીઓને દૂર કરશે. તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવા વિનંતી કરી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શરૂઆતથી મહામારીના સંચાલનમાં વ્યક્તિગત રીતે સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે