બિહારમાં લગ્ન દરમિયાન વરમાળા બાદ વરરાજા ભાગી ગયા, પછી જે થયું ચોંકી ઉઠશો...
Trending Photos
મુંગેર : બિહારના મુંગેર જિલ્લામાં લગ્ન દરમિયાન જયમાલા બાદ વરરાજા ફરાર થઇ ગયો હતો. ત્યાર બાદ વહુ પક્ષ તથા ગ્રામીણોએ વરના પિતા, કાકા તથા ભાઇ સહિત જાનમાં આવેલા તમામ લોકોને બંધક બનાવી દીધા હતા. ઘટના ખડગપુર પોલીસ વિસ્તારમાં ફસિયાબાદ ગામની છે. ત્યાં આ ઘટનાની માહિતી જો કે હજી સુધી પોલીસને મળી નથી.
ભારતના વડાપ્રધાન બનવા માંગે છે પ્રિયંકા ચોપડા, નિકને બનાવશે રાષ્ટ્રપતિ
ટેટિયા બમ્બર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરપુર પોલીસ સ્ટેશન વિસ્તારનાં ગોગુલચક નિવાસી મુનિલાલ બિન્દના પુત્ર મિથુન કુમારના લગ્ન નક્કી થયા હતા. બીજી તરફ યુવતીનાં પિતાએ યુવકને દહેજ તરીકે એક લાખ 30 હજાર રૂપિયા રોકડા, એક બાઇક અને ઘરેણા આપ્યા હતા. લગ્ન સમારંભનો કાર્યક્રમ રવિવારે યુવતીની નાનીનાં ઘરે ફસિયાબાદ ગામમાં રખાયું હતું.
મોદી સરકાર 16 કરોડ પરિવારોને આપી શકે છે મોટી ભેટ, ટુંકમાં થશે નિર્ણય
ગત રાત્રે જ્યારે બરાત ફિસયાબાદ ગામ પહોંચ્યા અને લગ્નના કાર્યક્રમમાં જયમાલ બાદ યુવક ફરાર થઇ ગયો. જયમાલ બાદ મંડપ પર લગ્ન માટે યુવકની શોધખોળ ચાલુ કરવામાં આવી તો યુવક નહોતો આવ્યો. ત્યાર બાદ યુવતીનાં પક્ષ દ્વારા યુવક વિશે માહિતી મેળવી તો ખબર પડી કે યુવક ફરાર થઇ ચુક્યો હતો.
નબળા પ્રદર્શન બાદ મમતાનો EVM માંથી મોહભંગ, લોકશાહી બચાવવા બેલેટ ચૂંટણી જરૂરી
યુવતીનાં પક્ષનાં લોકો અને ગ્રામીણોએ મળીને યુવકનાં પિતા ભાઇ અને કાકા સહિત અનેક જાનૈયાઓને બંધક બનાવીને એક રૂમમાં પુરી દીધા અને યુવકને બોલાવવાની માંગ કરી રહ્યા હતા. યુવતીનાં પિતાનું કહેવું છે કે જયમાલા બાદ યુવકે ત્રણ લાખ રૂપિયાની માંગ કરી, ત્યાર બાદ તેઓ બાથરૂમનાં બહાને પોતાનાં મિત્રો સાથે બાઇક પર ચુપકીથી ફરાર થઇ ગયો. તેમણે કહ્યું કે, મંડપ સમયે જ્યારે યુવકની શોધખોળ કરી તો તે ભાગી ગયો અને લગ્ન નહી કરે. તેમણે કહ્યું કે, અમારી માંગ છે કે કાં તો યુવકના પક્ષના લોકો યુવકને હાજર કરે અથવા તો લગ્નના ખર્ચ તથા દહેજનાં પૈસા પરત કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે