વેંત છેડા આ Hill Station પર ફરવા જવા માટે જોઇશે E-pass! જાણો કેવી રીત કરશો Apply

Ooty, Hill Station, Kodaikanal, E-pass, How to get ePass for Ooty, Is an e-pass mandatory for Kodaikanal, How to apply for TN-E-pass, Is Epass required for Nilgiris, How to apply e pass for ooty

Trending Photos

વેંત છેડા આ Hill Station પર ફરવા જવા માટે જોઇશે E-pass! જાણો કેવી રીત કરશો Apply

Ooty Travel: ગરમીઓની રજાઓ વિતાવવા માટે લોકો હિલ સ્ટેશન પર જવાનું પસંદ કરે છે. અહીં તેમને ગરમીમાંથી રાહત મળે છે. આ સાથે જ લોકો ખૂબ એન્જોય પણ કરે છે. પરંતુ ગરમીની સિઝનમાં આમ તો હિલ સ્ટેશન પર પર્યટકોની ખૂબ ભીડ ઉમટે છે. જોકે જો તમે પણ સમર વેકેશન્સમાં રજાઓ માણવા માટે હિલ સ્ટેશન જઇ રહ્યા છો તો તેના માટે તમારે ઇ પાસની જરૂર પડશે. 

જી હાં તમિલનાડુના પહાડી શહેર ઉટી અથવા કોડઇકનાલ જનાર લોકોને હવે ઇ પાસ પોતાની સાથે રાખવો પડશે. ઇ પાસ વિના આ બંને જગ્યાએ એન્ટ્રી મળશે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટની સ્પેશિયલ ડિવીઝન બેંચમાં ન્યાયાધીશ એન સતીશ અને બી ભારત ચક્રવતીએ આ બંને હિલ સ્ટેશનો પર જવા માટે ઇચ્છુક વાહનો માટે ઇ પાસ ઇશ્યૂ કરવા માટે કહ્યું છે. 

E Pass કેમ છે જરૂરી
જોકે ગરમીની સિઝનમાં હિલ સ્ટેશન પર પર્યટકોની વધતી જતી ભીડને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં આવનાર પર્યટકોનો કોઇ ડેટા ઉપલબ્ધ રહેતો નથી. એવામાં ઇ પાસ દ્વારા તમામ લોકોનો રેકોર્ડ રાખવાનું સંભવ થશે. પરંતુ તમને જણાવી દઇએ કે આ બંનેર હિલ સ્ટેશનોમાં પ્રવેશ કરવા માટે ઇ પાસની અનિવાર્યતા 30 જૂન 2024 સુધી લાગૂ રહેશે. 

ત્રણ રંગોમાં થશે ઇશ્યૂ
તમને જણાવી દઇએ કે ઉટી અને કોડઇકોનાલ સહિત નીલગિરી જિલ્લામાં પ્રવેશ કરનાર વ્યક્તિ માટે ઇ પાસ જરૂરી રહેશે. ભલે તે સ્થાનિક હોય, ખેડૂત હોય કે પછી આવનાર પ્રવસી તમામ માટે ઇ પાસ જરૂરી કહેવામાં આવે છે. પરંતુ દરેકને તમિલનાડુ સરકાર અલગ-અલગ રંગોના ઇ પાસ ઇશ્યૂ કરશે. તમને જણાવી દઇએ કે 3 રંગોમાં ઇ પાસને ઇશ્યૂ કરવામાં આવશે. 

સ્થાનિક રહેવાસીઓ માટે દરેક રંગનો ઇ પાસ અને ખેતરો અને બીજી જગ્યાએથી જરૂરી વસ્તુઓ લઇ જનારા લોકોને વાદળી રંગના ઇ પાસ ઇશ્યૂ કરવામાં આવશે. તો બીજી તરફ પર્યટકોને જાંબલી રંગના પાસ ઇશ્યૂ કરવામાં આવશે. 

કેવી રીતે કરશો એપ્લાય
મોબાઇલ અથવા લેપટોપથી https://epass.tnega.org પર લોગ-ઇન કરો. 
તમારી નાગરિકતાના આધાર પર Within India અથવા Outside India ના વિકલ્પને સિલેક્ટ કરો. 
હવે ઓટીપી માટે તમારો મોબાઇલ નંબર એન્ટર કરો. 
ઓટીપી ભર્યા બાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયા થશે. 
ત્યારબાદ તમારી પાસે જરૂરી જાણકારીઓ જેમ કે નામ, એડ્રેસ, રોકાવવાનો સમયગાળો, વાહનનો નંબર- નામ માંગવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news