કરોડોની છેતરપિંડી આચરનારા IMA પોંજી ચિટફંડ કેસના મુખ્ય આરોપી મન્સૂર ખાનની ધરપકડ

આઈએમએ ગોલ્ડ પોંજી સ્કીમ કૌભાંડના મુખ્ય આરોપી મન્સૂર ખાનને એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (આઈડી)એ દિલ્હી એરપોર્ટથી પકડી લેવાયો છે. તે દુબઈમાં હતો અને એરપોર્ટ પર ઉતર્યા  બાદ આજે સવારે 6 કલાકે તેની ધરપકડ થઈ.

Trending Photos

કરોડોની છેતરપિંડી આચરનારા IMA પોંજી ચિટફંડ કેસના મુખ્ય આરોપી મન્સૂર ખાનની ધરપકડ

નવી દિલ્હી: આઈએમએ ગોલ્ડ પોંજી સ્કીમ કૌભાંડના મુખ્ય આરોપી મન્સૂર ખાનને એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (આઈડી)એ દિલ્હી એરપોર્ટથી પકડી લેવાયો છે. તે દુબઈમાં હતો અને એરપોર્ટ પર ઉતર્યા  બાદ આજે સવારે 6 કલાકે તેની ધરપકડ થઈ. આ અગાઉ તપાસમાં સહયોગ કરવા માટે ઈડીએ તેને નોટિસ મોકલી હતી. 

મન્સૂર ખાનની પૂછપરછ માટે ઈડીના અધિકારીઓ બેંગ્લુરુથી દિલ્હી આવ્યાં છે. આ અગાઉ ઈડીએ IMAના 7 ડાઈરેક્ટરોની ધરપકડ કરી હતી. મન્સૂર ખાનને પણ કેસ મુદ્દે 3 સમન મોકલવામાં આવ્યાં છે. આ અગાઉ 3 જુલાઈના રોજ તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ઈડીએ અત્યાર સુધીમાં પોંજી ચિટ ફંડ સ્કીમમાં રોકાણ કરનારા અને ભારે નુકસાન સહન કરનારા 16 રોકાણકારોના પણ નિવેદનો નોંધાયા છે. 

9 જૂનના રોજ બેંગ્લુરુ પોલીસે એફઆઈઆર નોંધી હતી
બેંગ્લુરુ પોલીસ તરફથી IMA ગ્રુપ ઓફ કંપની અને તેના ડાઈરેક્ટર મોહમ્મદ મન્સૂર ખાન વિરુદ્ધ 9 જૂનના રોજ એફઆઈઆર નોંધાઈ હતી. ઈડીએ આ મામલે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી. IMA ગ્રુપ ઓફ કંપની પર આરોપ છે કે તેણે પોંજી સ્કીમના નામ પર લગભગ 40,000 લોકો સાથે છેતરપિંડી આચરી છે. 

ઈડી તરફથી પ્રેસ રિલીઝ બહાર પાડીને કહવાયું હતું કે પોંજી સ્કીમ મામલે મની લોન્ડરિંગની આશંકાના પગલે 209 કરોડની સંપત્તિ એટેચ કરાઈ છે. તેમાં 197 કરોડની અચલ સંપત્તિ છે, 51 બેંક એકાઉન્ટમાં જમા 98 લાખ રૂપિયા અને વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ HDFC ખાતામાં જમા 11 કરોડ સામેલ છે. 

જુઓ LIVE TV

અત્યાર સુધીમાં 20 અચલ સંપત્તિ ટાંચમાં લેવાઈ
એફઆઈઆર મુજબ આરોપી મન્સૂર ખાને નાના રોકાણકારોને કહ્યું હતું કે તેઓ દર મહિને તેમને 2.5થી 3 ટકા રિટર્ન આપશે. જ્યારે કંપની કોઈ ધંધો તો કરતી જ નહતી. અત્યાર સુધીમાં મંસૂર ખાનની 20 અચલ સંપત્તિ અટેચ કરાઈ છે. 

નોટબંધી દરમિયાન 44 કરોડ જમા કર્યા હતાં
IMA ગ્રુપ ઓફ કંપનીના 105 બેંક એકાઉન્ટથી ખબર પડે છે કે મંસૂર ખાને પોંજી સ્કીમ દ્વારા લગભગ 4000 કરોડ રૂપિયા ભેગા કર્યાં. ત્યારબાદ આ પૈસાને બીજા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં અને તેનાથી અચલ અને ચલ સંપત્તિ ખરીદી થઈ. તપાસ દરમિયાન એ પણ માલુમ પડે છે કે મન્સૂર ખાને નોટબંધી દરમિયાન અલગ અલગ બેંક એકાઉન્ટમાં 44 કરોડ રૂપિયા જમા કરાયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news