આજે ઈડી સમક્ષ હાજર થયા નહીં સંજય રાઉત, એજન્સીએ ફરી સમન્સ પાઠવ્યું
Maharashtra News: સંજય રાઉતના વકીલે ઈડીને જણઆવ્યુ કે મંગળવારે અલીબાગની એક બેઠકમાં સામેલ થવાને કારણે તે આજે રજૂ થઈ શકશે નહીં.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ જમીન કૌભાંડના મામલામાં શિવસેના નેતા સંજય રાઉતને સમન્સ પાઠવી પૂછપરછ માટે આજે હાજર થવાનું કહ્યું હતું. પરંતુ શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ આજે ઈડી સમક્ષ હાજર ન છતાં તપાસ એજન્સી ઈડીએ રાઉતને નવુ સમન્સ પાઠવ્યું છે. ઈડીએ શિવસેનાના નેતા સંજય રાઉતને 1 જુલાઈએ પૂછપરછ માટે હાજર થવાનું કહ્યું છે.
આજે ઈડી સમક્ષ હાજર થયા નહીં રાઉત
ઈડીએ સોમવારે સંજય રાઉતને સમન્સ પાઠવી મંગળવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ સંજય રાઉત ઈડી સમક્ષ હાજર ન થતાં એજન્સીએ ફરી સમન્સ પાઠવ્યું છે. ઈડીના એક અધિકારીએ જણાવ્યુ કે રાઉત અલીબાગની પોતાની પૂર્વ નિર્ધારિત યાત્રાને કારણે મંગળવારે શહેરમાં નથી અને તેમના વકીલ રજૂ થવા માટે વધુ સમયની માંગ સાથે 11.15 કલાકે તપાસ એજન્સીના કાર્યાલય પહોંચ્યા હતા.
અધિકારી પ્રમાણે વકીલે ઈડીના અધિકારીઓને એક પત્ર સોંપ્યો, જેમાં રાઉતને તપાસ એજન્સી સમક્ષ રજૂ થવા માટે વધારાનો સમય આપવાની વિનંતી કરવામાં આવી હતી. રાઉતે સોમવારે કહ્યું હતું કે તેમના રાજકીય વિરોધની લડાઈ રોકવાના ષડયંત્ર હેઠળ ઈડીએ સમન્સ પાઠવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મંગળવારે એજન્સી સામે રજૂ થશે નહીં કારણ કે અલીબાગમાં એક બેઠકમાં ભાગ લેવાનો છે.
ઈડીએ જપ્ત કરી હતી સંપત્તિ
આ પહેલા ઈડીએ પ્રવીણ રાઉતની ધરપકડ કરી હતી. પ્રવીણ રાઉતને સંજય રાઉતના નજીકના ગણવામાં આવે છે. ઈડીએ પ્રવીણ રાઉત સાથે જોડાયેલી કરોડોની સંપત્તિને પણ અટેચ કરી હતી. ઈડીએ 11 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. તેમાં પાલઘરમાં પ્રવીણ રાઉત સાથે જોડાયેલી સંપત્તિ આશરે 9 કરોડની છે. જ્યારે 2 કરોડની કિંમતના દાદરમાં ફ્લેટ અને અલીબાગમાં પ્લોટ સંજય રાઉતની પત્ની સાથે જોડાયેલી હોવાનો આરોપ છે.
સંજય રાઉતને નોટિસ બાદ માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રની રાજનીતિમાં ઈડીની પણ એન્ટ્રી થઈ શકે છે. પહેલા પણ શિવસેના કેન્દ્ર સરકાર પર એજન્સીઓનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ લગાવતી રહી છે. તેવામાં સ્પષ્ટ છે કે ફરી તે આ ઘટનાને રાજકીય કાર્યવાહી ગણાવી શકે છે. નોંધનીય છે કે એકનાથ શિંદેના શિવસેના સામે બળવાના એપિસોડમાં સંજય રાઉત સતત બોલી રહ્યાં છે અને બળવાખોર ધારાસભ્યો પર હુમલો કરી રહ્યાં છે. એટલું જ નહીં તેમણે શિવસેનાના બળવાખોરને મુંબઈ આવવા સુધીનો પડકાર પણ ફેંક્યો છે.
આ પહેલા પ્રવીણનું નામ ડિસેમ્બર 2020માં પીએમસી બેન્ક કૌભાંડ કેસમાં તપાસ દરમિયાન સામે આવ્યું હતું. તપાસ એજન્સીને જાણવા મળ્યું હતું કે પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ 2010માં શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષાના 55 લખ રૂપિયાની વ્યાજ મુક્ત લોન આપી હતી, જેનો ઉપયોગ મુંબઈના દાદરમાં એક ફ્લેટ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. ઈડી આ રૂપિયાના સોર્સની તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે