પૂજારી હત્યાકાંડઃ રાજસ્થાન સરકારે સ્વીકારી માગ, 10 લાખની સહાયની જાહેરાત, પરિવારજનોના ધરણા પૂરા
એસડીએમ ઓપી મીણા, તહસીલદાર દિનેશ ચંદ્ર ઘટના સ્થળે પહોંચ્યા હતા. રાજ્યસભા સાંસદ ડોક્ટર કિરોડી મીણા સાથે ધરણાને લઈને વાતચીત થઈ હતી. તંત્રએ પરિવારને કરાર પર નોકરી, ઈન્દિરા આવાસ, 10 લાખની આર્થિક સહાયતાની સાથે-સાથે આરોપીઓની ધરપકડનું આશ્વાસન આપ્યું છે.
Trending Photos
જયપુરઃ રાજસ્થાનના કરૌલીમાં સળગાવીને મારી નાખવામાં આવેલા પૂજારાના પરિવારે ધરણા પૂરા કર્યા છે. આ પહેલા પીડિત પરિવારે અંતિમ સંસ્કાર કરવાની ના પાડી હતી. પૂજારી બાબુલાલના પરિવારનું કહેવું હતું કે, તેની માગ પૂરી નહીં થાય તેઓ અંતિમ સંસ્કાર કરશે નહીં.
બાદમાં એસડીએમ ઓપી મીણા, તહસીલદાર દિનેશ ચંદ્ર ઘટના સ્થળે પહોંચ્યા હતા. રાજ્યસભા સાંસદ ડોક્ટર કિરોડી મીણા સાથે ધરણાને લઈને વાતચીત થઈ હતી. તંત્રએ પરિવારને કરાર પર નોકરી, ઈન્દિરા આવાસ, 10 લાખની આર્થિક સહાયતાની સાથે-સાથે આરોપીઓની ધરપકડનું આશ્વાસન આપ્યું છે. ત્યારબાદ પીડિત પરિવારે ધરણા પૂરા કરવાનો નિર્ણય કર્યો છે.
આ વચ્ચે રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ કરૌલીમાં પૂજારીની હત્યાના મામલાને લઈને સીએમ અશોક ગેહલોત સાથે વાત કરી હતી. રાજ્યપાલે આ મુદ્દાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. રાજ્યપાલ સચિવ તરફથી જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે સીએમ અશોક ગેહલોતે આશ્વાસન આપ્યુ છે કે ઘટનાની તપાસ થઈ રહી છે અને દોષિતોને છોડવામાં આવશે નહીં.
અંતિમ સંસ્કારની અપીલ
આ પહેલા તંત્રએ પૂજારીના પરિવારને અંતિમ સંસ્કાર માટે જવાની વિનંતી કરી હતી. કરૌલીના એસડીએમ ઓમ પ્રકાશ મીણાએ કહ્યુ કે, પૂજારી બાબુલાલના પરિવારે ચોથી માગ સામે રાખી છે. અમે સીનિયર અધિકારીઓ દ્વારા સરકારને તેમની માગ વિશે જણાવશું. અમે પરિવારજનોને અપીલ કરીએ કે તે અંતિમ સંસ્કાર કરે કારણ કે મૃતદેહ બે દિવસથી રાખવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે