Pizza Delivery બોયે 200 રૂપિયાની નોકરીમાંથી ઉભી કરી દીધી પોતાની બેકરી કંપની, 8 કરોડ સુધી પહોંચ્યો બિઝનેસ
પિત્ઝા ડિલીવરી બોયની નોકરીથી શરૂઆત કર્યા પછી સુનિલે નોકરી છૂટી ગયા પછી પોતાના અનુભવના આધારે દિમાગ ચલાવ્યુ. આજે તે પિત્ઝા ડિલીવરી બોય ફ્લાઈંગ કેક્સ નામથી શરૂ કરવામાં આવેલી કંપનીનો સફળ બિઝનેસમેન છે.
Trending Photos
નવી દિલ્લી: દક્ષિણી દિલ્લીના રહેવાસી સુનીલ વશિષ્ઠના માતા-પિતા તેને 10મા ધોરણ સુધી અભ્યાસ કરાવ્યા પછી આગળ ભણાવવામાં સક્ષમ ન હતા. સુનિલે તેનાથી હાર માન્યા વિના પોતાના ઉત્સાહ અને મહેનતના દમ પર આગળ વધવાનો નિર્ણય કર્યો. પિત્ઝા ડિલીવરી બોયની નોકરીથી શરૂઆત કર્યા પછી સુનિલે નોકરી છૂટી ગયા પછી પોતાના અનુભવના આધારે દિમાગ ચલાવ્યુ. આજે તે પિત્ઝા ડિલીવરી બોય ફ્લાઈંગ કેક્સ નામથી શરૂ કરવામાં આવેલી કંપનીનો સફળ બિઝનેસમેન છે. ફ્લાઈંગ કેક્સનું વાર્ષિક ટર્ન ઓવર 8 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. અનેક રાજ્યના લોકો ફ્લાઈંગ કેક્સના આઉટલેટ પર કેકનો સ્વાદ લઈ રહ્યા છે.
સંઘર્ષની અનોખી કહાની:
10મા ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી સ્થિતિ એવી સર્જાઈ કે સુનિલને ક્યારેક કુરિયર આપવા તો ક્યારેક પિત્ઝા ડિલીવરી બોય જેવા કામ કરવા પડ્યા. વર્ષ 1991માં સુનિલ વશિષ્ઠે પહેલીવાર 200 રૂપિયા મહિનાના હિસાબથી દિલ્લીમાં ડીએમએસ બૂથ પર દૂધના પેકેટ વેચવાની પાર્ટ ટાઈમ જોબ શરૂ કરી. આજે સુનિલની કેક કંપની ભારતમાં જાણીતી બ્રાન્ડ બની ચૂકી છે. અને તેની કંપનીનું ટર્ન ઓવર પણ વધી રહ્યું છે. સુનિલની કંપનીમાં અનેક મહિલાઓને રોજગારની તક પણ આપવામાં આવી રહી છે.
સાત વર્ષ પછી મળી પિત્ઝા ડિલીવરીની નોકરી:
ઘણા પ્રયત્ન પછી વર્ષ 1998માં સુનિલને ડોમિનોઝ પિત્ઝામાં જોબ મળી. અહીંયા સુનિલને ઘણી મહેનત કરવી પડતી હતી. સુનિલ આ પહેલાં ફાર્મ હાઉસમાં થનારી પાર્ટીઓમાં વેઈટર તરીકે કામ કરતા હતા. અહીંયા દરરોજના તેને 300-400 રૂપિયા મળતા હતા. પછી થોડાક સમય સુધી સુનિલે ચાંદની ચોકમાં આવેલી સાડીઓની દુકાનમાં નોકરી કરી. આ કામના કારણે સુનિલે સરકારી સ્કૂલમાંથી ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂરો કર્યો. તેના પછી સુનિલે દિલ્લીની શહીદ ભગતસિંહ કોલેજમાં એડમિશન લીધું.
અભ્યાસની સાથે નોકરી ચાલુ રાખી:
સુનિલે કોલેજમાં પ્રવેશ લેવાની સાથે જ એક કંપનીમાં કુરિયર વહેંચવાનું કામ કર્યું. તેનાથી કેટલાંક પૈસા મળવા લાગ્યા તો અભ્યાસમાંથી તેનો મોહ છૂટતો ગયો અને સ્નાતકના બીજા વર્ષમાં આવતાં-આવતાં અભ્યાસ છોડી દીધો. લગભગ અઢી વર્ષ સુધી તે કુરિયર કંપનીમાં કામ કર્યું. પછી કંપની બંધ થઈ ગઈ અને સુનિલ બેરોજગાર બની ગયો.
પોતાનું કામ કરવાનો નિર્ણય:
પિત્ઝા ડિલીવરી બોયની જોબ છૂટ્યા પછી સુનિલના મગજમાં પોતાનો વ્યવસાય શરૂ કરવાનો વિચાર આવ્યો. પોતાના બચાવેલા પૈસાથી રસ્તાના કિનારે નાસ્તો અને જમવાની એક નાની દુકાન ચાલુ કરી. તેના માટે સુનિલે ઘણી મહેનત કરી પરંતુ તે દુકાન ચાલી નહીં.
મિત્રોની મદદથી કામકાજની શરૂઆત:
સુનિલે જોયું કે નોઈડામાં કોલ સેન્ટર ઈન્ડસ્ટ્રી વિકસી રહી છે. અહીંયા અનેક એમએનસી પણ એવી છે જે પોતાના સ્ટાફનો બર્થ-ડે ધામધૂમથી ઉજવે છે અને કેક, પિત્ઝા વગેરે મંગાવતી રહે છે. મિત્રો પાસેથી સુનિલે 60,000 રૂપિયા ઉધાર લઈને 2007માં નોઈડામાં ફ્લાઈંગ કેક્સના નામથી પોતાની બેકરી કંપનીની શરૂઆત કરી. તેની બનાવેલી ફ્રેશ કેક લોકોને પસંદ આવવા લાગી અને બહુ ઝડપથી તે કેકની ડિમાન્ડ વધવા લાગી. ત્યારબાદ નાની-નાની કંપનીઓમાંથી પણ સુનિલને કેકનો ઓર્ડર આવવા લાગ્યો અને આ રીતે પિત્ઝા ડિલીવરી બોય 8 કરોડનું ટર્ન ઓવર ધરાવતી કંપનીનો માલિક બની ગયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે