મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિનું અપમાન, BJP નેતા સંબિત પાત્રાએ પૂછ્યા સણસણતા સવાલ
Trending Photos
મુંબઈ/નવી દિલ્હી: ચર્ચિત મેગેઝીન શાર્લી હેબ્દો દ્વારા વિવાદિત કાર્ટુન મામલે ફ્રાન્સ સરકાર વિરુદ્ધ મુસ્લિમ જગત એકજૂથ થતું જોવા મળી રહ્યું છે. દુનિયાભરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ પ્રદર્શનની આંચ ભારતમાં પણ પહોંચી ગઈ છે. એક બાજુ ભોપાલમાં મુસ્લિમ લોકોએ મોટી રેલીના માધ્યમથી વિરોધ પ્રદર્શન કર્યું તો મુંબઈના રસ્તાઓ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિના પોસ્ટર લગાવવામાં આવ્યા અને તેમના પરથી વાહનો પસાર થતા રહ્યા.
વીડિયો જોઈને ભાજપ ભડક્યું
મુંબઈના રસ્તા પર ઈમેન્યુઅલ મેક્રોનની તસવીરો પર ચાલી રહેલી ગાડીઓવાળાનો વીડિયો જોઈને ભાજપ ભડકી ગયું. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો અને મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે લખ્યું કે મહારાષ્ટ્ર સરકાર, આ તમારી સરકારના રાજમાં શું થઈ રહ્યું છે? ભારત આજે ફ્રાન્સના પડખે છે. જે જેહાદ ફ્રાન્સમાં થઈ રહ્યો છે તે આતંકવાદ વિરુદ્ધ હિન્દુસ્તાનના પ્રધાનમંત્રીએ ફ્રાન્સની સાથે મળીને લડવાની પ્રતિજ્ઞા લીધી છે. તો પછી મુંબઈના રસ્તાઓ પર ફ્રાન્સના રાષ્ટ્રાધ્યક્ષનું અપમાન કેમ?
महाराष्ट्र सरकार,
ये आपके सरकार के राज में क्या हो रहा है?
भारत आज France के साथ खड़ी है ..जो जिहाद फ़्रान्स में हो रहा है,उस आतंकवाद के ख़िलाफ़ हिंदुस्तान के PM ने फ़्रान्स के साथ मिल कर लड़ने की प्रतिज्ञा की है।
फिर मुंबई की सड़कों पर फ़्रान्स के राष्ट्राध्यक्ष का अपमान क्यों? pic.twitter.com/kb7PCCEY4S
— Sambit Patra (@sambitswaraj) October 30, 2020
ફ્રાન્સ સરકારની પડખે ભારત
આ સમગ્ર વિવાદ પર ભારત સરકારે ફ્રાન્સનો પક્ષ લીધો છે અને વિવાદ બાદ ફ્રાન્સમાં થયેલા અનેક હુમલાની આકરી ટીકા પણ કરી છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વીટ કરીને નીસ શહેરમાં થયેલા હુમલાને વખોડ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે