Rajya Sabha માં PM મોદીના છલકાયા આંસુ, તો કોંગ્રેસ નેતા પણ રડી પડ્યા, જાણો શું કહ્યું?
રાજ્યસભા (Rajya Sabha) માંથી આજે ચાર સાંસદોની વિદાય થઈ રહી છે. પીએમ મોદીએ આ સાંસદોને વિદાય આપતા આજે રાજ્યસભામાં સંબોધન કર્યું અને આ દરમિયાન તેમણે ગુલામનબી આઝાદના ખુબ વખાણ કર્યા અને ભાવુક પણ થઈ ગયા. તેમની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. આ બાજુ પીએમ મોદીના સંબોધન બાદ ગુલામ નબી આઝાદ પણ રાજ્યસભામાં બોલતી વખતે ગળગળા થઈ ગયા અને આંખો ભીની થઈ ગઈ.
Trending Photos
નવી દિલ્હી: રાજ્યસભા (Rajya Sabha) માંથી આજે ચાર સાંસદોની વિદાય થઈ રહી છે. ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad), શમશેર સિંહ, મીર મોહમ્મદ ફૈયાઝ, નાદિર અહેમદનો કાર્યકાળ સમાપ્ત થયો. પીએમ મોદીએ આ સાંસદોને વિદાય આપતા આજે રાજ્યસભામાં સંબોધન કર્યું અને આ દરમિયાન તેમણે ગુલામનબી આઝાદના ખુબ વખાણ કર્યા અને ભાવુક પણ થઈ ગયા. તેમની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. આ બાજુ પીએમ મોદીના સંબોધન બાદ ગુલામ નબી આઝાદ પણ રાજ્યસભામાં બોલતી વખતે ગળગળા થઈ ગયા અને આંખો ભીની થઈ ગઈ.
ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) તમામનો આભાર વ્યક્ત કરતા પોતાના લાંબા રાજકીય અનુભવોના કેટલાક કિસ્સા પણ શેર કર્યા. ગુલામ નબી આઝાદ ગળગળા થતા બોલ્યા કે...
गुजर गया वो जो छोटा सा ये फसाना था
फूल थे चमन था आशियाना था
न पूछ उजड़े नशेमन की दास्तां
चार दिन का ही था, मगर था तो आशियाना ही था..
જમ્મુ રિઝનથી આવતા ગુલામ નબી () એ જણાવ્યું કે તેમણે દેશભક્તિ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને મૌલાના આઝાદને વાંચીને શીખી છે. ગુલામ નબીએ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેમના કારણે તેઓ અહીં સુધી પહોંચી શક્યા. આ સાથે જ ગુલામ નબીએ જણાવ્યું કે કાશ્મીરના હાલાત પહેલા કેવા હતા અને હવે કેટલા બદલાઈ ગયા છે. પાકિસ્તાન અંગે પણ પોતાનો મત રજુ કર્યો.
ગુલામ નબીએ સદનમાં જણાવ્યું કે હું કાશ્મીરની સૌથી મોટી SP કોલેજમાં ભણતો હતો. ત્યાં 14 ઓગસ્ટ, અને 15 ઓગસ્ટ બંને દિવસ ઉજવાતા હતા. 14 ઓગસ્ટ (પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ) ઉજવનારાઓની સંખ્યા વધુ હતી. હું અને મારા કેટલાક સાથી 15 ઓગસ્ટ ઉજવતા હતા અને આવા લોકો બહુ ઓછા હતા. પરંતુ ત્યારબાદ અમે એક અઠવાડિયું કોલેજ જતા નહતા. કારણ કે ત્યાં પીટાઈ થતી હતી. તે સમયમાંથી નીકળીને અમે અહીં પહોંચ્યા છીએ.
I am among those fortunate people who never went to Pakistan. When I read about circumstances in Pakistan, I feel proud to be a Hindustani Muslim: Congress MP Ghulam Nabi Azad in his retirement speech in RS pic.twitter.com/0nmJdkMWI8
— ANI (@ANI) February 9, 2021
હું નસીબદાર છું કે પાકિસ્તાન નથી ગયો, હિન્દુસ્તાની મુસલમાન હોવા પર ગર્વ
ગુલામ નબી આઝાદે કહ્યું કે હું એવા નસીબદાર લોકોમાંથી છે જે પાકિસ્તાન (Pakistan) ક્યારેય ગયા નથી. પરંતુ જ્યારે હું વાંચુ છું કે ત્યાં કયા પ્રકારના હાલાત છે તો મને ગર્વ મહેસૂસ થાય છે કે અમે હિન્દુસ્તાની મુસલમાન છીએ. વિશ્વમાં જો કોઈ મુસલમાનને ગર્વ હોવો જોઈએ તો તે હિન્દુસ્તાનના મુસલમાનને હોવો જોઈએ.
અટલ બિહારી વાજપેયીને કર્યા યાદ
ગુલામ નબી આઝાદે પોતાના સંબોધનમાં પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા. તેમણે કહ્યું કે મને મંત્રી તરીકે તક મળી, ઈન્દિરાજી અને રાજીવજી સાથે કામ કરવાની તક મળી. સોનિયાજી અને રાહુલજીના સમયમાં પાર્ટીને રિપ્રેઝન્ટ કરવાની તક મળી. અમારી માઈનોરિટીની સરકાર હતી અને અટલજી વિપક્ષના નેતા હતા, તેમના કાર્યકાળમાં હાઉસ ચલાવવું સૌથી સરળ રહ્યું. અનેક મુદ્દાનું સમાધાન કરવું કેટલું સરળ હોય છે તે અટલજી પાસેથી શીખ્યો હતો.
સંસદમાં ગુજરાતના મુસાફરો પર થયેલા આતંકી હુમલાનો કર્યો ઉલ્લેખ
ગુલામ નબી આઝાદે કહ્યું કે ગુલામ નબી આઝાદે કહ્યું કે સાચું બતાવું સર, મારા માતા પિતાનું મોત થયું, ત્યારે મારી આંખોમાં આસું આવી ગયા હતા, પરંતુ હું ચિલ્લાયો નહી. સંજય ગાંધીના મોત, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના મોત પર અને ત્યારબાદ વર્ષ 1999માં ઓડિશામાં સુનામી આવી ત્યારે હું બૂમો પાડીને રહ્યો હતો. પાંચમી વાર ત્યારે રડ્યો જ્યારે ગુજરાતના મુસાફરો પર કાશ્મીરમાં આતંકી હુમલો થયો હતો. તે ઘટનાનો ઉલ્લેખ કરીને પીએમ પણ ભાવુક થયા. તેમણે જણાવ્યું કે ટુરિસ્ટ બસમાં ગુજરાતથી લોકો આવ્યા હતા. જેમાં આતંકીઓએ ગ્રેનેડ લગાવ્યો અને લોકોના મોત થયા. જ્યારે હું એરપોર્ટ પર પહોંચ્યો તો ત્યાં નાના નાના બાળકો હતા, રડી રહ્યા હતા. મારા પગ સાથે વીટળાઈ ગયા હતા. તો જોરથી મારો અવાજ નીકળી ગયો. એ ખુદા આ તે શું કર્યું. હું શું જવાબ આપું એ બાળકોને, તે બહેનોને જેઓ ફરવા માટે આવ્યા હતા અને આજે તેમની લાશો મોકલી રહ્યો છું. રાજ્યસભામાં આ દર્દનાક કિસ્સો શેર કરતા ગુલામ નબી આઝાદની આંખો ભરાઈ આવી હતી.
આઝાદે કહ્યું કે ગત 30-35 વર્ષમાં અફઘાનિસ્તાનથી લઈને ઈરાક સુધી, કેટલાક વર્ષો પહેલા જુઓ તો મુસ્લિમ દેશો એક બીજા સાથે લડાઈ કરીને ખતમ થઈ રહ્યા છે. ત્યાં કોઈ હિન્દુ કે ઈસાઈ નથી, તેઓ પરસ્પર જ લડી રહ્યા છે. ગુલામ નબીએ કહ્યું કે પાકિસ્તાનના સમાજમાં જે બદીઓ છે , ખુદા કરે કે તે આપણા મુસલમાનોમાં ક્યારેય ન આવે.
પીએમ મોદી થઈ ગયા હતા ભાવુક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ફરી એકવાર રાજ્યસભા (Rajya Sabha) ને સંબોધન કર્યું. કોંગ્રેસ (Congress) ના ગુલામ નબી આઝાદ સહિત 4 સાંસદોની આજે સદનમાંથી વિદાય થઈ રહી છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદના ખુબ વખાણ કર્યા. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થયેલા જોવા મળ્યા. એક આતંકી ઘટના બાદ ગુલામ નબી આઝાદ સાથે ફોન પર થયેલી વાતનો ઉલ્લેખ કરતા તેઓ ભાવુક થઈ ગયા.
ગુજરાતી મુસાફરો આતંકી ઘટનાનો ભોગ બન્યા તે વાતનો કર્યો ઉલ્લેખ
ગુલામ નબી આઝાદ વિશે વાત કરતા તેમણે કહ્યું કે ગુલામ નબી આઝાદ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે હું પણ એક રાજ્યનો મુખ્યમંત્રી હતો. અમારી ખુબ ગાઢ નીકટતા રહી. એકવાર ગુજરાતના કેટલાક મુસાફરો પર આતંકીઓએ હુમલો કર્યો, 8 લોકો માર્યા ગયા. સૌથી પહેલા ગુલામ નબી આઝાદજીનો મને ફોન આવ્યો હતો. તેમના આંસૂ અટકતા નહતા. પીએમ મોદીએ જણાવ્યું કે તે સમયે પ્રણવ મુખરજી રક્ષામંત્રી હતા, તો તેમની ફૌજના હવાઈ જહાજની વ્યવસ્થાની માગણી કરી. તે વખતે એરપોર્ટથી જ ગુલામનબી આઝાદે ફોન કર્યો. જે રીતે પોતાના પરિવારના સભ્યની ચિંતા કરવામાં આવે છે તેવી જ આઝાદજીએ તેમની ચિંતા કરી.
ગુલામ નબીજીનો આદર કરું છું-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે સત્તા જીવનમાં આવતી જતી રહે છે, તેને કેવી રીતે પચાવવી તે ગુલામ નબી આઝાદજી પાસેથી શીખવા મળે છે. પીએમ મોદીએ જણાવ્યું કે એક મિત્ર તરીકે હું આઝાદજીનો ખુબ આદર કરું છું. પીએમ મોદીએ કહ્યું કે મને ચિંતા એ વાતની છે કે ગુલામ નબીજી બાદ જે પણ આ પદ સંભાળશે તેમને ગુલામ નબીજી સાથે મેચ કરવામાં ખુબ મુશ્કેલી પડશે. કારણ કે ગુલામ નબીજી પોતાના પક્ષની ચિંતા કરતા હતા, પરંતુ દેશ અને સદનની પણ એટલી જ ચિંતા કરતા હતા. જ્યારે હું ચૂંટણી રાજકારણમાં આવ્યો ત્યારે ગુલામ નબી આઝાદ અને હું લોબીમાં વાત કરતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે