VIDEO: CM ખટ્ટરનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-પરસ્પર અણબનાવ થતા રેપની FIR કરી દેવાય છે
દેશભરમાં મહિલાઓ સાથે વધી રહેલા અપરાધો વચ્ચે શનિવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે એક સંવેદનહીન અને શરમજનક નિવેદન કર્યું, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં મહિલાઓ સાથે વધી રહેલા અપરાધો વચ્ચે શનિવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે એક સંવેદનહીન અને શરમજનક નિવેદન કર્યું, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. કહેવાય છે કે આ વીડિયો 15 નવેમ્બરનો છે. વીડિયોમાં સીએમ મનોહરલાલ ખટ્ટર રેપ જેવી ઘટનાઓ માટે મહિલાઓને દોષી ઠેરવતા જોવા મળ્યાં છે. સીએમ ખટ્ટર વીડિયોમાં કહેતા જોવા મળી રહ્યાં છે કે "રેપની ઘટનાઓ પહેલા પણ થતી હતી, પરંતુ આ મામલાઓને લઈને હવે ચિંતાઓ વધી ગઈ છે. રેપ અને છેડછાડની 80 થી 90 ટકા ઘટનાઓ જાણીતાઓ વચ્ચે થાય છે. આ લોકો ઘણા સમય સુધી એકસાથે ફરે છે, પછી એક દિવસ જ્યારે અણબનાવ થઈ જાય ત્યારે રેપની એફઆઈઆર કરી નાખે છે કે તેણે મારો રેપ કર્યો."
#WATCH:Haryana CM ML Khattar says,“Sabse badi chinta yeh hai ki yeh ghatnayein jo hain rape aur Chhed chhad ki, 80-90% jankaro ke beech mein hoti hai.Kafi samay ke liye Ikhatte ghumte hain, ek din anban hogai, uss din utha karke FIR karwa dete hain ‘isne mujhe rape kiya’.”(15.11) pic.twitter.com/jZWy3h3fK2
— ANI (@ANI) November 17, 2018
હરિયાણાના કાલકામાં એક કાર્યક્રમમાં દરમિયાન ખટ્ટરે કહ્યું કે રાજ્યમાં જ્યારે પણ રેપની ઘટના સામે આવે છે ત્યારે લોકો કહે છે કે રેપની ઘટનાઓ વધી ગઈ છે. તેમણે કહ્યું કે રેપની ઘટનાઓ વધી નથી, પહેલા પણ રેપ થતા હતાં પરંતુ હવે તેને લઈને ચિંતાઓ વધી ગઈ છે. ખટ્ટરે કહ્યું કે 80થી 90 ટકા મામલાઓમાં તે લોકો (પીડિતા અને આરોપી) એકબીજાને જાણતા હોય છે. પહેલા તેઓ સાથે ફરે છે, ત્યારબાદ અણબનાવ થાય ત્યારે રેપની એફઆઈઆર કરાવી દે છે.
રેપને લઈને મનોહરલાલ ખટ્ટરના આ અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો આવી ચૂક્યા છે. વર્ષ 2014માં સીએમ ખટ્ટરે કહ્યું હતું કે રેપ જેવી ઘટનાઓ પર રોક લગાવવા માટે છોકરીઓએ પોતાના પહેરવેશમાં ફેરફાર કરવો પડશે. તેમણે એવા કપડાં ન પહેરવા જોઈએ જેનાથી શરીરના અંગો દેખાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે