Heat Wave: કૂદકે ભૂસકે વધતી ગરમીથી સરકાર ચિંતાતૂર, ગરમીથી બચવા માટે આ ઉપાય અજમાવો, હેલ્પલાઈન નંબર પણ જાહેર

Heatwave Alert: ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં કેટલાક રાજ્યોમાં તાપમાનમાં અસામાન્ય વધારો જોતા કેન્દ્ર સરકારે હીટવેવ અને લૂ અંગે એલર્ટ જાહેર કર્યું છે તથા ગરમીને પહોંચી વળવા માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઈઝરી બહાર પાડી છે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે 28 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં પડી રહેલી ગરમીને પહોંચી વળવા માટે એલર્ટ જાહેર કરવું પડ્યું. 

Heat Wave: કૂદકે ભૂસકે વધતી ગરમીથી સરકાર ચિંતાતૂર, ગરમીથી બચવા માટે આ ઉપાય અજમાવો, હેલ્પલાઈન નંબર પણ જાહેર

Heatwave Alert: ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં કેટલાક રાજ્યોમાં તાપમાનમાં અસામાન્ય વધારો જોતા કેન્દ્ર સરકારે હીટવેવ અને લૂ અંગે એલર્ટ જાહેર કર્યું છે તથા ગરમીને પહોંચી વળવા માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઈઝરી બહાર પાડી છે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે 28 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં પડી રહેલી ગરમીને પહોંચી વળવા માટે એલર્ટ જાહેર કરવું પડ્યું. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને હીટવેવથી બચવાના ઉપાય જણાવ્યાં છે. અત્રે જણાવવાનું કે અત્યારથી અનેક રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે અને કેટલાક વિસ્તારોમાં તો તાપમાન 35 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે. 

એક માર્ચથી ગરમીથી થતી બીમારીઓના ડેટા નોંધાશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને કહ્યું છે કે 1 માર્ચ 2023થી ગરમીથી થતી બીમારીઓ, તેજ ગરમીનો ભોગ બની રહેલા દર્દીઓ અને હીટવેવથી થનારા મોતના આંકડા નોંધવાનું શરૂ કરી દેજો. 

ક્લાઈમેટ ચેન્જ પર સરકારે શરૂ કરી ડેટાની નોંધણી
પત્રમાં કહેવાયું છે કે ભારતના અનેક  ભાગોમાં અત્યારથી જ સામાન્ય રીતે તાપમાન વધી ગયું છે. આવામાં સરકારના નેશનલ ક્લાઈમેટ ચેન્જ પ્રોગ્રામને ધ્યાનમાં રાખીને ડેટા ભેગો કરવામાં આવે કે કયા રાજ્ય અને કયા જિલ્લામાં કેટલા લ ોકો ગરમીનો ભોગ બનીને બીમાર પડી રહ્યા છે કે પછી જીવ ગુમાવી શકે છે. 

હોસ્પિટલોને દવાનો સ્ટોક રાખવાનો આદેશ
આ ઉપરાંત હોસ્પિટલોને કહેવાયું છે કે ગરમીથી થતી બીમારીઓને જોતા જરૂરી દવાઓનો સ્ટોક, ઓઆરએસના પાઉચ અને બાકી સામાનને હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં સ્ટોક કરવામાં આવે. આ સાથે જ ગરમીથી થતી બીમારીઓની સર્વિલાન્સ દેશભરમાં કરવા માટે કહેવાયુ છે. 

આ સમયમાં ઘરમાંથી બહાર ન નીકળવું
સરકારી ગરમીથી બચવા સામાન્ય લોકો માટે પણ એડવાઈઝરી બહાર પાડી છે અને બપોરે 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ સાથે જ સરકારે એક હેલ્પલાઈન નંબર પણ બહાર પાડ્યો છે. જેથી કરીને કોઈ પણ ઈમરજન્સી હાલાતમાં આ નંબરો પર સંપર્ક થઈ શકે. ગરમીનો ભોગ થવા પર નાગરિકો હેલ્પલાઈન નંબર 108 અને 102 નો સંપર્ક કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news