પાકિસ્તાનથી પરત આવેલા અભિનંદનને ઘરે પહોંચતા હજુ સમય લાગશે, જાણો આખી પ્રક્રિયા

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની પાકિસ્તાનથી હેમખેમ વતન વાપસી થઈ ગઈ છે. આ અગાઉ પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને હેન્ડઓવર કરવાના સમયમાં બે વાર ફેરફાર કર્યો હતો. કાળા રંગના કોટમાં જેવા અભિનંદન ભારતની સરહદમાં આવ્યાં કે લોકોએ  તેમનું તિરંગો ફરકાવીને ભારત માતાના નારાથી સ્વાગત કર્યું હતું. પાકિસ્તાનની ધરતી પર 48 કલાકથી વધુ સમય વીતાવ્યા બાદ ભલે અભિનંદન ભારત આવી ગયા હોય પરંતુ હજુ હમણા તેઓ પોતાના ઘરે જઈ શકશે નહીં. 
પાકિસ્તાનથી પરત આવેલા અભિનંદનને ઘરે પહોંચતા હજુ સમય લાગશે, જાણો આખી પ્રક્રિયા

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની પાકિસ્તાનથી હેમખેમ વતન વાપસી થઈ ગઈ છે. આ અગાઉ પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને હેન્ડઓવર કરવાના સમયમાં બે વાર ફેરફાર કર્યો હતો. કાળા રંગના કોટમાં જેવા અભિનંદન ભારતની સરહદમાં આવ્યાં કે લોકોએ  તેમનું તિરંગો ફરકાવીને ભારત માતાના નારાથી સ્વાગત કર્યું હતું. પાકિસ્તાનની ધરતી પર 48 કલાકથી વધુ સમય વીતાવ્યા બાદ ભલે અભિનંદન ભારત આવી ગયા હોય પરંતુ હજુ હમણા તેઓ પોતાના ઘરે જઈ શકશે નહીં. 

4 દિવસ દિલ્હીની હોસ્પિટલમાં રહેશે અભિનંદન
અટારી બોર્ડર પરથી સ્વદેશ વાપસી  બાદ રાતે 12 વાગે તેઓ વિશેષ વિમાનથી પાલમ એરપોર્ટ પહોંચ્યાં. અહીં તેમને આર આર હોસ્પિટલ માટે રવાના કરી દેવામાં આવ્યાં. ચાર દિવસ સુધી તેઓ હોસ્પિટલમાં જ રહેશે. આ દરમિયાન ડોક્ટરની એક ટીમ તેમની નિગરાણી કરશે. 

તબક્કાવાર માહિતી લેવાશે
સુરક્ષા કારણોસર ભારતીય સુરક્ષા અધિકારીઓએ અભિનંદન પાસેથી ત્યાં ઘટેલી ઘટનાઓની શ્રેણીબદ્ધ રીતે માહિતી લેશે. આ જાણકારી મેળવવી ખુબ જરૂરી હોય છે. આ પૂછપરછ દરમિયાન અધિકારીઓ એ જાણવાની કોશિશ કરશે કે ક્યાંક તેમણે દબાણમાં જઈને ભારતને નુકસાન પહોંચાડનારી કોઈ પણ ચીજની માહિતી અન્ય દેશને આપી તો નથી ને. 

જો કે એ વાત તો જરાય શક્ય લાગતી નથી કે દુશ્મન દેશ તેમની પાસેથી  કોઈ પણ માહિતી મેળવી શક્યો હોય. કારણ કે અભિનંદનની બહાદુરી તો દેશે પાકિસ્તાનની ધરતી પર  તેઓ હતાં ત્યારે જ બે તબક્કે જોઈ લીધી હતી. પહેલું ત્યારે જ્યારે પાકિસ્તાનીઓના કબ્જામાં જતા પહેલા તેમણે ખુબ જ ગુપ્ત માહિતીને નષ્ટ કરી નાખી હતી. પછી જ્યારે તેઓ પાકિસ્તાનના કબ્જામાં જતા રહ્યાં તો પણ પાકિસ્તાની સૈન્ય અધિકારીઓને પોતાના અંગે ખુબ જ સામાન્ય માહિતી આપવાથી વધુ કઈ પણ માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. 

અભિનંદન ફરીથી ફરજ પર ક્યારે જોડાશે?
આ બધી પ્રક્રિયા બાદ જોવામાં આવશે કે કમાન્ડર અભિનંદન શારીરિક અને માનસિક રીતે પૂરેપૂરા ફીટ છે કે નહીં. સેવા માટે જો ફીટ થઈ જશે તો ફીથી તેમને પહેલાની જગ્યા ઉપર જ તહેનાત કરાશે. જો કે આવા કેસોમાં એવી શક્યતા બિલકુલ ઓછી હોય છે કે તેમને બરાબર એ જ જવાબદારી ફરીથી આપવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news