હવે મહાકાલના દર્શન કરવા હોય તો ચૂકવવા પડશે રૂપિયા, જાણો કોણ કરી શકશે વિનામૂલ્યે દર્શન
Mahakal Temple: ઉજ્જૈનનું સુપ્રસિદ્ધ મહાકાલનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળતો હોય છે. પરંતુ હવે મહાકાલના દર્શન કરવા માટે લોકોએ રૂપિયા ચૂકવવા પડશે. નવી વ્યવસ્થામાં હવે દર્શન કરવા માટે લોકોએ 250 રૂપિયા ચૂકવવા પડશે.
Trending Photos
હવે ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં તાત્કાલિક દર્શન માટે કરવા હોય તો તેના માટે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. જેમાં સિધા જ દર્શન કરવા હોય તો ઓનલાઈન 250 રૂપિયાની ટિકિટ લેવી પડશે. જેમાં વીવીઆઈપી લોકોને બાદ કરતા જે લોકોએ સિધા જ દર્શનનો લાભ જોઈતો હોય તો 250 રૂપિયાની ટિકિટ લેવી પડશે. જેમાં ભસ્મ આરતીની તર્જ પર 250 રૂપિયાની ટિકિટ ઓનલાઈન કરાઈ છે. જે ભક્તો મંદિરની વેબસાઈટ પરથી બુક કરાવી શકશે.
કોણ કરી શકશે મફતમાં દર્શન?
ઉજ્જૈન મહાકાલ મેનેજમેન્ટ કમિટીએ 1 ફેબ્રુઆરીથી દર્શન માટે નવા નિયમો અમલમાં મૂક્યા છે. જેમાં સાધુ, સંતો, પ્રેસ ક્લબના સભ્યો, માન્યતા પ્રાપ્ત પત્રકારોને ખાસ વ્યવસ્થા હેઠલ મફતમાં સિધા જ દર્શનનો લાભ મળશે. જેના માટે તેઓએ પણ પ્રોટોકોલને ફોલો કરવો પડશે. દર્શન માટે તેમણે પહેલાં પ્રોટોકોલ પોઈન્ટ પરથી ટોકન મેળવવું પડશે. જે બાદ ટોકન નંબર બતાવી પ્રોટોકોલ ઓફિસમાંથી રસીદ મેળવી દર્શન કરી શકાશે. આ સિવાય ખૂબ જ VVIP મહેમાનોને મહાકાલેશ્વર મંદિરમાં ફ્રીમાં દર્શનનો લહાવો મળશે. જો કે આ મહેમાનોની સાથે આવેલા લોકોએ વ્યક્તિ દીઠ 250 રૂપિયા ચૂકવવા પડશે.
તાત્કાલિક દર્શન માટે ઓનલાઈન ટિકિટ
મહાકાલેશ્વર મંદિરમાં સિધા જ દર્શન કરવાનો લહાવો લેવા માગતે લોકો માટે ખાસ સુવિધા છે. જેમાં ભક્તો વેબસાઈટ પર પણ દર્શન કરી શકે છે. જેના માટે સૌથી પહેલાં ભક્તોએ www.shreemahakaleshwar.com સાઈટ પર પ્રોટોકોલ દર્શનનું નામ અને માહિતી આપવાની રહેશે. જે બાદ મોબાઈલ પર આવેલી લિંકથી 250 રૂપિયા ચૂકવી ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશો. જે બાદ મોબાઈલ પર જ ઈ-ટિકિટ આવી જશે. જેના આધારે ગેટ નંબર 13થી પ્રોટોકોલ મુજબ આવેલા ભક્તોને પ્રવેશ આપવામાં આવે છે. મંદિર સમિતિએ શરૂ કરેલી આ વ્યવસ્થામાં મંદિરનો સ્ટાફ દર્શનાર્થિઓને સભા મંડપ થઈને ગણેશ મંડપ સુધી દર્શન માટે લઈ જાય છે. તો દર્શન કર્યા બાદ તે જ રસ્તેથી ફરી બહાર લાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે