હિંદ મહાસાગરમાં ભારતીય સેનાનો યુદ્ધાભ્યાસ, ચીનને જવાબ આપવાની તૈયારી
હિંદ મહાસાગરમાં ચીનને જવાબ આપવા માટે ભારતીય સેના (Indian Army) સંપૂર્ણ રીતે તૈયાર છે. આજે ભારતીય નૌસેનાએ હિંદ મહાસાગર (Indian Ocean)માં યુદ્ધાભ્યાસ કર્યો. સેનાએ આંદામાન અને નિકોબારમાં યુદ્ધાભ્યાસ કર્યો. જેમાં લડાકુ વિમાન, યુદ્ધ જહાજ સામલ થયા. ગઇકાલે પણ લદ્ધાખમાં થલ સેના અને વાયુસેનાએ તેમનું પરાક્રમ દેખાડ્યું હતું.
Trending Photos
નવી દિલ્હી: હિંદ મહાસાગરમાં ચીનને જવાબ આપવા માટે ભારતીય સેના (Indian Army) સંપૂર્ણ રીતે તૈયાર છે. આજે ભારતીય નૌસેનાએ હિંદ મહાસાગર (Indian Ocean)માં યુદ્ધાભ્યાસ કર્યો. સેનાએ આંદામાન અને નિકોબારમાં યુદ્ધાભ્યાસ કર્યો. જેમાં લડાકુ વિમાન, યુદ્ધ જહાજ સામેલ થયા. ગઇકાલે પણ લદ્ધાખમાં થલ સેના અને વાયુસેનાએ તેમનું પરાક્રમ દેખાડ્યું હતું.
આ યુદ્ધાભ્યાસથી ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે, હિંદ મહાસાગરથી હિમાલય સુધી સેના સંપૂર્ણ તૈયાર છે. આંદમાનમાં ભારતીય નૌસેનાએ યુદ્ધાભ્યાસ કરી મોટો સંદેશ આપ્યો છે.
તમને જણાવી દઇએ કે, હિંદ મહાસાગરમાં ચીનની દખલ સતત વધી રહી છે. તે જ સમયે, બીજી મોટી બાબત એ છે કે, યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યું, ત્યાંથી ચીનનો દરિયાઇ માર્ગો જોડાયેલા છે.
સાઉથ ચીન સમુદ્રમાં અમેરિકાએ દેખાડી તાકાત
અમેરિકા પણ ભારતની સાથે ઉભું છે. અમેરિકાએ કહ્યું છે કે, તે સમુદ્રથી હિમાલય સુધી ચીનને જવાબ આપશે. અમેરિકાએ ફરીથી દક્ષિણ ચીન સમુદ્રમાં તાકાત દેખાડી. બે અમેરિકન યુદ્ધ જહાજો અહીં પ્રેક્ટિસ કરે છે. ચીનના વિરોધ છતાં અમેરિકાએ આ પગલું ભર્યું છે. ચીન, દક્ષિણ ચીન સમુદ્રમાં અનેક ટાપુઓ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેથી જ અમેરિકા ચીનને રોકવા માંગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે