ભારતીય સેનાએ છોડાવ્યો ચીની સૈનિકોનો પરસેવો, માત્ર 4 દિવસમાં કરી બતાવ્યું આ પરાક્રમ

ભારતીય સૈનિકો (Indian Army) એ ગત ચાર દિવસની કાર્યવાહીમાં તે તમામ પહાડીઓ પર કબજો કરી લીધો જેના પર 1962 બાદ ક્યારેય પણ ભારતીય સેનાની હાજરી ન હતી. લગભગ 25 કિલોમીટરના વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહી પેટ્રોલિંગ પોઇન્ટ 27 થી 31 વચ્ચે કરવામાં આવી.

ભારતીય સેનાએ છોડાવ્યો ચીની સૈનિકોનો પરસેવો, માત્ર 4 દિવસમાં કરી બતાવ્યું આ પરાક્રમ

નવી દિલ્હી: ભારતીય સૈનિકો (Indian Army) એ ગત ચાર દિવસની કાર્યવાહીમાં તે તમામ પહાડીઓ પર કબજો કરી લીધો જેના પર 1962 બાદ ક્યારેય પણ ભારતીય સેનાની હાજરી ન હતી. લગભગ 25 કિલોમીટરના વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહી પેટ્રોલિંગ પોઇન્ટ 27 થી 31 વચ્ચે કરવામાં આવી. ભારતીય સૈનિક જે પહાડીઓ પર મોરચો જમાવીને બેઠા છે ત્યાં ચીનમાં મોલ્ડો સૈનિક મુખ્યાલય સુધી નજર રાખી શકાય છે. 

29-30 ઓગસ્ટની રાત્રે 'બ્લેક ટોપ' પર ચીની ઓબજર્વેશન પોસ્ટની માફક વધતાં 25-30 ચીની સૈનિક જોવા મળ્યા છે. તે જગ્યા પર ચીની ઓબ્જર્વેશન પોસ્ટ 1962 બાદ સ્થાપિત કરવામાં આવી હતી. ભારતીય સેનાએ આ સૂચના પર સ્ફૂરિ વડે કાર્યવાહી અક્રતાં ઉપર પહોંચીને પોસ્ટ કરી કબજો કરી લીધો. આ દરમિયાન ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હાથાપાઇના સમાચાર છે પરંતુ ભારતીય સેના તેનું ખંડન કરી રહી છે. 30-31 ઓગસ્ટની રાત્રે ચીની સેનાએ આગળ વધવાનો પ્રયત્ન કર્યો, જવાબમાં ભારતીય સેનાએ ઘણી બીજી પહાડીઓ પર કબજો કર્યો.

આ તમામ પહાડીઓ ચુશૂલના વિસ્તારમાં એકદમ રણનીતિક મહત્વની છે અને તેનું ભારતીય સૈનિકોના કબજામાં આવતાં પેંગાંગ સરોવરના દક્ષિણી કિનારા પર ભારતનું પલડું ખૂબ ભારે થઇ ગયું છે. આ કાર્યવાહી પીપી 27થી પીપી 31 વચ્ચે કરવામાં આવી. લદ્દાખમાં એલએસી પર નક્કી જગ્યા છે ત્યાં સુધી પેટ્રોલિંગ કરવામાં આવે છે. આ નંબર કારાકોરમ પાસેથી શરૂ થાય છે અને દક્ષિણ તરફ જાય છે. પીપી 1 કારાકોરમ પર છે. 

આ દરમિયાન ચીની સેનાની એક આર્મર્ડ રેઝીમેન્ટ અને બખ્તરબંદ ગાદીઓની એક બટાલિયન સ્પાંગુર ગેપ પાસે જોવા મળી. સ્પાંગુર ગેપ ભારત અને ચીન વચ્ચે લગભગ 50 મીટર પહોળો રસ્તો છે જેની એકતરફ મગર હિલ અને બીજી તરફ ગુરૂંગ હિલ છે. ભારતીય સેનાએ ચીન તરફથી ટેંકોના હુમલાને રોકવા માટે પોતાની ટેંક અને બખ્તરબંધ ગાડીઓ એલએસી પાસે મહત્વપૂર્ણ સ્થળ પર તૈનાત કરી દીધી છે. ભારતીય સૈનિકએ રિચિંગ લા અને રેજાંગ લા પર કબજો કર્યો જ્યાં 1962 બાદ ભારતીય સેનાએ ક્યારેય પોતાના સૈનિક મોકલ્યા નથી. આ બંને જગ્યાઓ પર 1962માં લડાઇ થઇ હતી. 

આ બંને પહાડીઓ પર કબજાથી મોલ્દો સુધીના વિસ્તારમાં ચીનની દરેક ગતિવિધીઓ પર નજર રાખી શકાય છે. સ્પાંગુર ગેપ પાસે મગર હિલ અને ગુરંગ હિલ પર પણ ભારતીય સૈનિકોએ કબજો કરી ત્યાં તૈનાતી કરી લીધી છે. અત્યારે પેંગોગના દક્ષિણ કિનારેથી માંડીની રેજાંગ લા સુધી દરેક પહાડી પર ભારતીય સૈનિકોનો કબજો છે. સ્થિતિ એકદમ તણાવપૂર્ણ છે અને ચીન તરફથી કોઇ નવા મોરચા ખોલવાની આશંકા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news