પર્યાવરણ કટોકટી: મોટી મુશ્કેલીમાં 'મિત્ર દેશ' સપડાયો, ભારતે આ રીતે કરી મદદ
Trending Photos
નવી દિલ્હી: મોરેશિયસની પાસે સમુદ્રમાં ફેલાયેલા ક્રૂડ ઓઈલના કદડાને સાફ કરવા માટે ભારત સરકારે મદદનો હાથ આગળ વધાર્યો છે. આ માટે ભારત સરકારે ભારતમાં જ બનેલા ધ્રુવ અને ચેતક હેલિકોપ્ટર મોરેશિયસ મોકલ્યા છે. જે ભારત તરફથી મોરેશિયસને ભેટ કરીકે અપાયા છે.
ભારતે એચએએલ(Hindustan Aeronautics Limited) દ્વારા વિક્સિત એક ધ્રુવ હેલિકોપ્ટર અને 3 ચેતક હેલિકોપ્ટર મોરેશિયસને આપ્યા છે. આ હેલિકોપ્ટર એમવી વાકાશિઓ તેલ ટેન્કર (MV Wakashio vessel) થી સમુદ્રમાં ફેલાયેલા તેલની સફાઈ કરવામાં મદદ કરે છે. ભારતે આ અગાઉ વર્ષ 2016માં એક ધ્રુવ હેલિકોપ્ટચર અને બે ચેતક હેલિકોપ્ટર મોરેશિયસ સરકારને ગિફ્ટ કર્યા હતાં.
ધ્રુવ એક યુટિલિટી હેલિકોપ્ટર છે. જેની ડિઝાઈન HALએ તૈયાર કરી હતી અને HAL જ તેને બનાવે છે. માર્ચ 2017 સુધી HALએ 228 હેલિકોપ્ટર બનાવ્યાં છે. જેમાંથી 216 હેલિકોપ્ટર ભારતીય સુરક્ષા દળો ઉપયોગમાં લે છે. ધ્રુવ હેલિકોપ્ટરને નેપાળની સેના અને મોરેશિયસની પોલીસ પણ ઉપયોગમાં લે છે.
હાલના સમયમાં ભારત સરકાર આત્મનિર્ભર ભારત મિશન પર કામ કરી રહી છે. જે હેઠળ રક્ષા ડીલ સંબંધિત 101 ઉત્પાદનોને બ્લેક લિસ્ટ કરીને તેની આયાત રોકી છે.
ચેતક હેલિકોપ્ટરની વાત કરીએ તો HAL તેનું ઉત્પાદન 1962થી કરે છે. પહેલા ચેતક હેલિકોપ્ટર ફ્લાય અવે કન્ડિશનમાં 1966થી સેવામાં આવ્યું. ચેતક હેલિકોપ્ટર તે અગાઉ પણ મોરેશિયસમાં તેલ ફેલાવવાની ઘટનામાં કામ આવી ચૂક્યું છે. વર્ષ 1987માં મોરેશિયસના સમુદ્રમાં આવી જ ઘટના ઘટી હતી. જેમાં તેલ હટાવવા માટે ચેતક હેલિકોપ્ટરની મદદ લેવાઈ હતી.
ભારત સરકારે રવિવારે 10 સભ્યોની ટીમને મોરેશિયસ રવાના કરી. જેમાં સમુદ્રમાંથી ઓઈલ હટાવવાના ઉપકરણ પણ સામેલ છે. મોરેશિયસના સમુદ્રમાં ફેલાયેલા તેલના કારણે મોરેશિયસ સરકારે 'પર્યાવરણ કટોકટી' જાહેર કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે