Corona Update: કોરોનાના નવા કેસમાં પાછો તોતિંગ વધારો, છેલ્લા 24 કલાકમાં 442 દર્દીના મૃત્યુ
ભારતમાં કોરોના વાયરસના કેસમાં આજે પાછો વધારો નોંધાયો છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસમાં આજે પાછો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 1.94 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. મંગળવારની સરખામણીએ આજે 15.8 ટકા વધારો જોવા મળ્યો છે. મંગળવારે 1.68 લાખથી વધુ કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 442 લોકોના કોરોનાથી મોત થયા છે.
નવા 1.94 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,94,720 દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 60,405 દર્દીઓ સાજા પણ થયા છે. હાલ દેશમાં 9,55,319 દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 442 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા 4,84,655 થઈ છે.
Compared to yesterday, the total number of fresh COVID cases is up by 26,657 (15.8%) today.
India had reported 1,68,063 cases yesterday.
— ANI (@ANI) January 12, 2022
રિકવરી રેટ ઘટ્યો
દેશમાં રિકવરી રેટ ઘટીને હાલ 96.01 ટકા થયો છે. જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને 11.05 ટકા થઈ ગયો છે. વીકલી પોઝિટિવિટી રેટ 9.82 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 69.52 કરોડ કોરોના ટેસ્ટ થયા છે. ઓમિક્રોનની વાત કરીએ તો દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં 4,868 કેસ નોંધાયા છે.
ઓમિક્રોનના 4,868 કેસ
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના નવા 407 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં હવે ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 4,868 થઈ છે. મંગલવારે 407 અને સોમવારે 410 નવા કેસ નોંધાયા. દેશમાં અત્યાર સુધીમાં 1805 ઓમિક્રોન દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1281 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા છે. જ્યારે બીજા નંબરે રાજસ્થાન 645, દિલ્હીમાં 546, કર્ણાટકમાં 479 અને કેરળમાં 350 દર્દીઓ છે. યુપીમાં 275, ગુજરાતમાં 236, તમિલનાડુમાં 185 દર્દીઓ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે