દેશમાં કોરોનાના વિરૂદ્ધ જંગમાં દોઢ મહિના બાદ આવ્યા સારા સમાચાર

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus in India)નું સંક્રમણ સતત વધતું જાય છે, જોકે રાહતના સમાચાર એ છે કે કેટલાક અઠવાડિયામાં નવા કેસ આવવાનીગતિમાં ઘટાડો આવ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા 8 લાખથી નીચે આવી ગઇ છે.

દેશમાં કોરોનાના વિરૂદ્ધ જંગમાં દોઢ મહિના બાદ આવ્યા સારા સમાચાર

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus in India)નું સંક્રમણ સતત વધતું જાય છે, જોકે રાહતના સમાચાર એ છે કે કેટલાક અઠવાડિયામાં નવા કેસ આવવાનીગતિમાં ઘટાડો આવ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા 8 લાખથી નીચે આવી ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આંકડા અનુસાર ગત 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus) 62 હજાર 212 નવા કેસ સામે આવ્યા છે અને 837 લોકોના મોત થયા છે. 

કોવિડ 19ના સંક્રમિતોની સંખ્યા 74.32 લાખ
કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) એ શનિવારે જણાવ્યું હતું કે ''ગત 24 કલાકમાં દેશભરમાં 62212 નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ કુલ કેસ સંખ્યા વધીને 74 લાખ 32 હજાર 680 થઇ ગઇ છે. ગત 24 કલાક્માં 837 લોકોના મોત થયા છે, ત્યારબાદ કોવિડ 19થી મોતને ભેટનારની સંખ્યા 1 લાખ 12 હજાર 998 થઇ ગઇ. 

એક્ટિવ દર્દીઓની સંખ્યા 8 લાખ નીચે
સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry)એ જણાવ્યું કે ''ભારતમાં 24 કલાકમાં 70 હજાર 816 દર્દીઓ સાજા થયા, ત્યારબાદ કોવિડ 19 (Covid-19)થી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 65 લાખ 24 હજાર 595 થઇ ગઇ. તો બીજીતરફ દેશભરમાં કોરોના વાયરસ 7 લાખ 95 હજાર 87 એક્ટિવ દર્દી હાજર છે, જેની સારવાર ચાલી રહી છે. 

મહારાષ્ટ્રમાં સૌથી વધુ એક્ટિવ કેસ 
ભારતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે અને હાલ સૌથી વધુ એક્ટિવ કેસ પણ હાજર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર મહારાષ્ટ્રમાં 1 લાખ 90 હજાર 192 એક્ટિવ કેસ હાજર છે. ત્યારબાદ કર્ણાટકમાં 1 લાખ 12 હજાર 446, કેરલમાં 95101 અને તમિલનાડુમાં 40 હજાર 959 એક્ટિવ કેસ હાજર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news