પાક.ને પુલવામા હુમલાના પુરવા નહી સોંપે ભારત, વિશ્વ સમક્ષ ઉઘાડુ પાડશે: સુત્ર
ભારતની તૈયારી છે કે તે પુલવામા હુમલાની સચ્ચાઇ વિશ્વને જણાવીને પાકિસ્તાનનાં આતંકવાદી ચહેરાને ઉઘાડો પાડશે
Trending Photos
નવી દિલ્હી : પુલવામા હુમલા અંગે ભારતની તરફથી પાકિસ્તાનને કોઇ પુરાવા નહી સોંપવામાં આવે. સુત્રો અનુસાર બુધવારે ગૃહમંત્રી રાજનાથ સિંહ અને પાકિસ્તાનમાં ભારતનાં રાજદુત અજય બિસારિયાની વચ્ચે યોજાયેલી મુલાકાતમાં નિશ્ચિત થયું છે કે ભારત પુલવામાં હુમલા અંગેના કોઇ પણ પુરાવા પાકિસ્તાનને નહી સોંપે. સુત્રો અનુસાર ગૃહમંત્રીએ રાજદુત અજય બિસારિયાને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા કે જો ઇસ્લામાબાદ તરફથી પુલવામા હુમલા અંગે કોઇ પુરાવા માંગવામાં આવે તો તેઓ ઘસીને ના પાડે.
આ મુલાકાતમાં નિશ્ચય થયો કે ભારત પુલવામાં હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવા વિશ્વનાં અલગ અલગ દેશોને સોંપશે. ભારતની તૈયારી છે કે તે પુલવામા હુમલાનું સત્ય વિશ્વને જણાવીને પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને બેનકાબ કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે સ્પષ્ટ રીતે કહ્યું કે, પુલવામા હુમલાને અંજામ આપવામાં પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓની મદદ કરી હતી. જે અંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે, ભારત પુરાવા દેખાડીને સાબિત કરે કે પુલવામા હુમલામાં પાકિસ્તાને મદદ કરી હતી.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખે કરી પુલવામા આતંકવાદી હુમલાની આકરી નિંદા
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારના એક ટોપના અધિકારીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતા અધિકારીઓને ગુનેગારોને ન્યાય અંતર્ગત લાવવા માટેની અપીલ કરી છે. માનવાધિકાર કાર્યાલયનાં પ્રવક્તા રુપર્ટ કોલવિલે મંગળવારે જીનીવામાં ક્હયું કે, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પંચ પુલવામા હુમલા અને તેમાં શહીદ જવાનોનાં સમાચારથી ખુબ જ દુખી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે