Video: કાબુલથી નીકળેલું વાયુસેનાનું વિમાન જામનગર પહોંચ્યું, 120થી વધુ ભારતીયોને સુરક્ષિત પાછા લવાયા

તાલિબાનનું નિયંત્રણ વધવાની સાથે જ કાબુલમાં સ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે. અફઘાનિસ્તાનમાં અનેક ભારતીયો ફસાયેલા છે. જો કે સરકારે સુરક્ષા કારણોસર તેમની સંખ્યા જણાવી નથી. તેમને પાછા લાવવા માટે વાયુસેનાના બે C-17 ગ્લોબમાસ્ટરને કામે લગાડ્યા છે.

Video: કાબુલથી નીકળેલું વાયુસેનાનું વિમાન જામનગર પહોંચ્યું, 120થી વધુ ભારતીયોને સુરક્ષિત પાછા લવાયા

નવી દિલ્હી: તાલિબાનનું નિયંત્રણ વધવાની સાથે જ કાબુલમાં સ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે. અફઘાનિસ્તાનમાં અનેક ભારતીયો ફસાયેલા છે. જો કે સરકારે સુરક્ષા કારણોસર તેમની સંખ્યા જણાવી નથી. તેમને પાછા લાવવા માટે વાયુસેનાના બે C-17 ગ્લોબમાસ્ટરને કામે લગાડ્યા છે. જેમાંથી એક વિમાને રવિવારે રાતે ઉડાણ ભરી અને કાબુલથી કેટલાક મુસાફરોને લઈને સોમવારે સવારે ભારત પહોંચ્યું. બીજું વિમાન કાબુલથી લગભગ 120થી લોકોથી વધુને લઈને મંગળવારે સવારે ઉડ્યું અને થોડીવાર પહેલા જામનગર પહોંચ્યું. સૂત્રોએ જણાવ્યું કે આ બંને વિમાનો કાબુલના આટાફેરા કરશે. 

— ANI (@ANI) August 17, 2021

જામનગર પહોંચ્યું વિમાન
ભારતીય રાજદૂત સહિત અન્ય નાગરિકોને લઈને કાબુલથી રવાના થયેલું વાયુસેનાનું વિમાન ગુજરાતના જામનગર પહોંચી ગયું છે. આ વિમાનમાં લગભગ 120 જેટલા લોકોને સુરક્ષિત લાવવામાં આવ્યા છે. આ પ્લેન ઈંધણ પૂરાવવા માટે જામનગરમાં ઉતર્યું છે. અહીંથી આ વિમાન હિંડન એરબેસ જશે. વિમાને સવારે પોણા આઠ વાગે કાબુલથી ઉડાણ ભરી હતી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 17, 2021

કાબુલથી ભારતીયોને લઈને ઉડ્યું વિમાન
ભારતીય વાયુસેનાનું C-17 મંગળવારે સવારે કાબુલથી રવાના થયું હતું. ભારતનું આ એરક્રાફ્ટ અમેરિકી સૈનિકો દ્વારા એરપોર્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુરક્ષા વચ્ચે નીકળ્યું હતું. કાબુલ એરપોર્ટને સવારે જ અમેરિકી એજન્સીઓ દ્વારા ફરીથી ખોલવામાં આવ્યું છે. આ વિમાનમાં લગભગ 120થી વધુ લોકોને પાછા લાવવામાં આવી રહ્યા હતા. ભારતીય રાજદૂત આર ટંડન સહિત સ્ટાફને પણ કાબુલથી પાછા બોલાવવાનો નિર્ણય લેવાયો છે. આ સિવાય ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓને પણ જલદી ભારત પાછા લાવવામાં આવી રહ્યા છે. 

— ANI (@ANI) August 17, 2021

અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયોના સંપર્કમાં સરકાર
સરકારે એક નિવેદનમાં કહ્યું કે તે જે ભારતીય નાગરિકો ભારત પાછા ફરવા માંગે છે તેમના સંપર્કમાં છે. આ ઉપરાંત અફઘાન શીખ અને હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓ સાથે પણ સરકાર સંપર્ક સાધી રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે જે લોકો અફઘાનિસ્તાન છોડવા માંગે છે તેમને ભારત આવવામાં મદદ કરીશું. 

— Arindam Bagchi (@MEAIndia) August 17, 2021

એકવાર ફરીથી દેવદૂત બની વાયુસેના
વિદેશોમાં જ્યારે પણ ક્યાય ભારતીય સંકટમાં ફસાય છે વાયુસેના તેમની મદદ માટે પહોંચે છે. પછી ભલે કોવિડ-19 મહામારીનો કપરો સમય હોય કે પછી યમન સંકટ દરમિયાન ચાલેલું ઓપરેશન રાહત હોય. ભારતીય વાયુસેનાએ પોતાના લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા છે. નેપાળમાં ઓપરેશન મૈત્રી, બેલ્જિયમમાં આત્મઘાતી હુમલા બાદ ભારતીયોને કાઢવા હોય કે લિબીયાના ગૃહયુદ્ધથી પોતાના લોકોને બચાવવાના હોય. IAF દર વખતે ભરોસા પર ખરી ઉતરી છે. 

— ANI (@ANI) August 17, 2021

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news