સુખોઇએ રાજસ્થાન બોર્ડર પર ડ્રોન તોડ્યું, પાકિસ્તાનમાં થયા વિસ્ફોટ

પાકિસ્તાન તરફથી મોકલાયેલા એક માનવ રહિત ડ્રોનને ભારતીય સેનાએ ઉડાવી દીધા, આ ડ્રોને બપોરે 11.30 વાગ્યે સીમાનુ ઉલ્લંઘન કર્યું

સુખોઇએ રાજસ્થાન બોર્ડર પર ડ્રોન તોડ્યું, પાકિસ્તાનમાં થયા વિસ્ફોટ

નવી દિલ્હી : રાજસ્થાનના બોર્ડર પર આજે ભારતીય સુરક્ષાદળોએ પાકિસ્તાનને ફરીથી મુંહતોડ જવાબ આપ્યો છે. એર સ્ટ્રાઇક બાદ ગિન્નાયેલ પાકિસ્તાને ફરીથી સીમાનુ ઉલ્લંઘન કર્યું. સુત્રો અનુસાર પાકિસ્તાન તરપથી આવેલ એક માનવ રહિત ડ્રોનને ભારતીય સેનાએ ઉડાવી દીધું. આ ડ્રોને બપોરે 11.30 વાગ્યે સીમાનુ ઉલ્લંઘન કર્યું. ત્યાર બાદ સુખોઇ 30 એમકેઆઇએ નળ સેક્ટરમાં આ ડ્રોનને તોડી પાડ્યું. આ ડ્રોનને ઇન્ડિયન એર ડિફેન્સ રડારે પકડ્યું હતું. 

બપોરે 11.30 વાગ્યે સીમાનું ઉલ્લંઘન કર્યું હતું. સંરક્ષણ વિશેષજ્ઞો અનુસાર, પાકિસ્તાનની તરફથી મોકલવામાં આવેલ યુએબીમાં હાઇ કેમેરો લગાવેલો હતો. તે ઉંચાઇ પર જઇને ફોટો પાડીને રિયલ ટાઇમ ફોટો ઉપલબ્ધ કરાવે છે. જેનો અર્થ સ્પષ્ટ છે કે જાસુસીનાં આશયથી જ આ પ્લેન ઉડાવવામાં આવ્યું હતું. બીએસએફનાં સુત્રો પાસેથી મળતી માહિતીના હવાલાથી કહેવાઇ રહ્યું છે કે, બોર્ડરની બીજી તરફ બે વિસ્ફોટનાં સમાચાર છે. પાકિસ્તાન તરફથી થયેલા વિસ્ફોટ 11.37 વાગ્યે સંભળાયા હતા. વિસ્ફોટ સાથે માટીની મોટી ડમરી ઉડી હતી. 

સરહદ પર રહેલા ગામોને ગ્રામીણોએ પણ વિસ્ફોટનાં અવાજ અનુભવ્યા હતા. થોડા દિવસ પહેલા સોનિક સુપર સાઉન્ડ બુમનો અવાજ પણ સંભળાઇ ચુકી છે. 

એરસ્ટ્રાઇક બાદ રાજસ્થાનમાં પણ પાકિસ્તાની વિમાનો ઘુસણખોરીનો પ્રયાસ કર્યો
સેનાના સુત્રો અનુસાર, એરસ્ટ્રાઇક થયા બાદ પાકિસ્તાને પણ ભારતીય સીમાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પાકિસ્તાનનો આ પ્રયાસ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધો હતો. જો કે પાકિસ્તાનનાં આ પ્રયાસો ભારતીય સેનાએ નિષ્ફળ કરી દીધી. પહેલા કહેવાઇ રહ્યું હતું કે, પાકિસ્તાનનાં એક્રાફ્ટ માત્ર જમ્મુ કાશ્મીરમાં જ ઘુસણખોરી કરી હતી. જો કે હવે સામે આવી રહ્યું છે કે, પાકિસ્તાની વિમાનોએ રાજસ્થાન સીમામાં પણ ઘુસણખોરી કરી હતી. જો કે ભારતીય સેના અને વાયુસેનાએ તેનાં પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news