ભારતમાં સક્રિય કેસોની સંખ્યા સતત ઘટાડો, 30 લાખને આપવામાં આવી રસી
સમગ્ર દેશમાં ચાલી રહેલી કોવિડ-19 રસીકરણ કવાયત અંતર્ગત 29 જાન્યુઆરી 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં અંદાજે 30 લાખ (29,28,053) લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યામાં સતત ઘટાડાનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. આજે સક્રિય કેસોની સંખ્યા ઘટીને 1.71 લાખ (1,71,686) થઇ ગઇ છે. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની ટકાવારી માત્ર 1.60% રહી છે. સમગ્ર દુનિયાના આંકડાઓની સરખામણી કરવામાં આવે તો ભારત, પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછા કેસો ધરાવતા દેશોમાંથી છે.
હાલમાં આ સરેરાશ આંકડો 7,768 છે. સામે પક્ષે, જર્મની, રશિયા, ઇટાલી, બ્રાઝિલ, ફ્રાન્સ, UK અને USA જેવા દેશોમાં આ આંકડો ઘણો વધારે છે. 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ (7,768) કરતાં ઓછી છે.
ભારતમાં કુલ પરીક્ષણોનો આંકડો આજે 19.5 કરોડથી વધુ (19,50,81,079) થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 7,42,306 પરીક્ષણો કરવામાં આવ્યા છે. એકંદરે રાષ્ટ્રીય પોઝિટીવિટી દર ઘટીને 5.50% થઇ ગયો છે.
સમગ્ર દેશમાં ચાલી રહેલી કોવિડ-19 રસીકરણ કવાયત અંતર્ગત 29 જાન્યુઆરી 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં અંદાજે 30 લાખ (29,28,053) લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં 10,205 સત્રોનું આયોજન કરીને 5,72,060 આરોગ્ય સંભાળ કર્મચારીને રસી આપવામાં આવી છે. આજદિન સુધીમાં કુલ 52,878 સત્રો યોજાયા છે. દરરોજ રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં પ્રગતિપૂર્ણ વધારો જોવા મળી રહ્યો છે.
કુલ રસી આપવામાં આવેલા લાભાર્થીઓમાંથી 72.46% લોકો 10 રાજ્યોમાંથી છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ લાભાર્થીને રસી આપવામાં આવી છે જ્યારે તે પછીના ક્રમે કર્ણાટક અને રાજસ્થાન છે. ભારતમાં એકંદરે સાજા થનારાઓની સંખ્યા આજે 1.03 કરોડ (1,03,94,352) સુધી પહોંચી ગઇ છે. સાજા થવાનો દર 96.96% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા પોઝિટીવ મળેલા દર્દીની સંખ્યા 18,855 છે જ્યારે છેલ્લા 24 કલાકમાં સાજા થયેલાઓની સંખ્યામાં વધુ 20,746નો ઉમેરો થયો છે.
છેલ્લા અહેવાલ અનુસાર, છત્તીસગઢમાં નવા 6,451 કેસ નોંધાયા છે જ્યારે 6,479 દર્દીઓને રજા આપવામાં આવી છે અને 35 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જણાવ્યા અનુસાર, જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે કેસો, રજા આપવામાં આવેલા દર્દીઓ અને મૃત્યુના આંકડાઓની ફરી મેળવણી કર્યા પછી આંકડાઓમાં નોંધનીય વધારો જોવા મળ્યો છે. નવા સાજા થયેલામાંથી 85.36% દર્દીઓ 7 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.
છત્તીસગઢમાં એક દિવસમાં સૌથી વધુ નવા 6,479 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કેરળમાં વધુ 5,594 અને મહારાષ્ટ્રમાં વધુ 3,181 દર્દીઓ સાજા થયા છે. નવા સંક્રમિતોમાંથી 85.73% દર્દીઓ 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.
છત્તીસગઢમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા 6,451 કેસ નોંધાયા છે. ઉપર ઉલ્લેખ કર્યા અનુસાર જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે કેસો, રજા આપવામાં આવેલા દર્દીઓ અને મૃત્યુના આંકડાઓની ફરી મેળવણી કર્યા પછી આંકડાઓમાં નોંધનીય વધારો જોવા મળ્યો છે. ત્યારપછીના ક્રમે કેરળમાં સૌથી વધુ 5,771 જ્યારે મહારાષ્ટ્રમાં 2,889 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 163 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 85.89% મૃત્યુ આઠ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુઆંક (50) છે. છત્તીસગઢમાં વધુ 35 જ્યારે કેરળમાં વધુ 19 દર્દીઓ દૈનિક ધોરણે મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. 19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુઆંક રાષ્ટ્રીય સરેરાશ (112) કરતાં ઓછો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે