જામિયા હિંસાઃ દેશની વર્તમાન સ્થિતિ પર રાષ્ટ્રપતિ હસ્તક્ષેપ કરે- સોનિયા ગાંધી
સોનિયાએ(Sonia Gandhi) પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "નાગરિક્તા કાયદાના(Citizenship Amendment Act) કારણે પૂર્વોત્તર રાજ્યોમાં જે સ્થિતિ છે, તે હવે રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં બની રહી છે. આ અત્યંત ગંભીર સ્થિતિ છે.
તેમણે જણાવ્યું કે, શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન(Protest) કરી રહેલા લોકો પર પોલીસે બળપ્રયોગ કર્યો હતો."
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધીના(Sonia Gandhi) નેતૃત્વમાં વિરોધ પક્ષના નેતાઓએ આજે જામિયા મિલિયા ઈસ્લામિયાની(Jamia Milia Islamia) ઘટના અંગે રાષ્ટ્રપતિની(President Kovind) મુલાકાત લીધી હતી. વિરોધ પક્ષે જણાવ્યું કે, દેશની વર્તમાન સ્થિતિમાં રાષ્ટ્રપતિએ(President) હસ્તક્ષેપ કરવો જોઈએ. તેમણે કહ્યું કે, શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે બળપ્રયોગ કર્યો હતો.
સોનિયાએ(Sonia Gandhi) પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "નાગરિક્તા કાયદાના(Citizenship Amendment Act) કારણે પૂર્વોત્તર રાજ્યોમાં જે સ્થિતિ છે, તે હવે રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં બની રહી છે. આ અત્યંત ગંભીર સ્થિતિ છે. તેમણે જણાવ્યું કે, શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન(Protest) કરી રહેલા લોકો પર પોલીસે બળપ્રયોગ કર્યો હતો."
Delhi: Opposition party leaders, led by Congress interim president Sonia Gandhi, met President Ram Nath Kovind today over Jamia Millia Islamia incident. pic.twitter.com/kxLle0jFjJ
— ANI (@ANI) December 17, 2019
કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષાએ જણાવ્યું કે, "અમારી પાસે દિલ્હીમાં એક ઉદાહરણ છે, જ્યાં પોલીસે જામિયાની મહિલા હોસ્ટેલમાં પ્રવેશ કર્યો હતો અને તેમને બહાર કાઢી મુકી હતી. વિદ્યાર્થીઓ સાથે નિર્દયી વ્યવહાર કરાયો હતો. મને લાગે છે કે, તમે બધાએ જોયું હશે કે મોદી સરકાર લોકોનો અવાજ દબાવામાં અને કાયદો લાગુ કરવામાં કોઈ દયા નથી દાખવી રહી."
કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું કે, ભાજપ સરકાર સમગ્ર દેશમાં કાશ્મીર જેવી સ્થિતિ પેદા કરી રહી છે. તૃણમુલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ. બ્રાયને રાષ્ટ્રપતિને નાગરિક્તા સંશોધન કાયદો પાછો ખેંચવા માગણી કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે