ભારતનું આ સ્થળ છે 'મિની સ્વિટ્ઝરલેન્ડ', જોઈને થશે જાણે તમે વિદેશમાં જ છો..હનીમૂન માટે છે બેસ્ટ જગ્યા, જુઓ PICS
જગ્યાની ખુબસુરતી જોઈને તેને મિની સ્વિટ્ઝરલેન્ડ પણ કહે છે.
Trending Photos
Khajjiar known as Mini Switzerland of India: દેશમાં એટલી બધી વિવિધતા છે અને આ અલગ અલગ ઓળખ જ ભારતની સંસ્કૃતિ, દેશના અલગ અલગ શહેરોનું ઓળખ છે. જે રીતે જયપુર શહેર ગુલાબી નગરી તરીકે ઓળખાય છે તે જ રીતે મસૂરીને પહાડીઓની રાણીનો દરજ્જો મળેલો છે. બરાબર આ જ પ્રકારે એક જગ્યા એવી પણ છે જ્યાં જઈને તમને સ્વિટ્ઝરલેન્ડની ખુબસુરતીનું અહેસાસ થશે. જો તમારે વિદેશ જેવી અનુભૂતિ ભારતમાં જ કરવી હોય તો આ જગ્યાની ખાસ મુલાકાત લેજો. જગ્યાની ખુબસુરતી જોઈને તેને મિની સ્વિટ્ઝરલેન્ડ પણ કહે છે.
હનીમૂન ડેસ્ટિનેશન સાઈટ
ભારતમાં ઓછા બજેટમાં ખુબ જ સરસ હિલ સ્ટેશન અને હનીમુન ટ્રિપ જેવા ડેસ્ટિનેશન્સની વાત કરીએ તો ઘૂમવા ફરવા કે પછી ટુર એન્ડ ટ્રાવેલમાં રસ ધરાવતા લોકો તમને ઉટી, મનાલી, નૈનીતાલ જેવી કોઈ મનમોહક જગ્યા વિશે તરત કહી દેશે. આ જ કડીમાં હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ની ખુબસુરત વાદીઓમાં વસેલા ખજિયાર (Khajjiar) નું નામ પણ આવે છે.
હિમાચલ પ્રદેશની ખુબસુરત વાદીઓ
ખજિયારની વાદીઓ પણ પ્રવાસીઓને પોતાની તરફ ખુબ જ આકર્ષિત કરે છે. ખજિયારની ગણતરી દુનિયાના 160 મિની સ્વિટ્ઝરલેન્ડમાંથી એક તરીકે થાય છે.
દેશમાં વિદેશ જેવો અહેસાસ
જો તમારે વિદેશ ફરવાની મજા લેવી હોય તો તમે હિમાચલ પ્રદેશમાં આવેલા ખજિયારની ટ્રિપ પ્લાન કરવી જોઈએ. અહીંની સુંદરતા જોઈને તેને મિની સ્વિટ્ઝરલેન્ડનું ઉપનામ પણ મળેલું છે.
એક નજારો આવો પણ
દેવદારના ઝાડ, લેકનું આકાશી પાણી ખુબ જ સુંદર લાગે છે. અહીં હવામાન મોટાભાગે ઠંડુ હોય છે.
લોકોમાં વધ્યો ક્રેઝ
ખજિયાર ચંબા અને ડેલહાઉસી બંનેથી લગભગ અડધા કલાકના અંતરે છે. અહીં સુધી પહોંચવા માટે ભારતીયોમાં પણ ખુબ ક્રેઝ જોવા મળ્યો છે. અહીં આવવા માટે તમે શિમલા સુધી ટ્રેન કે ફ્લાઈટમાં આવી શકો છો. ત્યારબાદ ત્યાં ટેક્સી સુધી જઈ શકાય છે.
મિની સ્વિટ્ઝરલેન્ડનો વધ્યો ક્રેઝ
હિમાચલ પ્રદેશના ખજિયાર (Khajjiar) ની ગણતરી ભારતના બેસ્ટ હનિમૂન ડેસ્ટિનેશનમાં થવા લાગી છે. તેને મિની સ્વિટ્ઝરલેન્ડ ઓફ ઈન્ડિયા પણ કહે છે.
(તમામ તસવીરો- સાભાર સોશિયલ મીડિયા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે