ઉદ્ધવ ઠાકરેને રાહત મળી પણ ચેન નહીં, જાણો મહારાષ્ટ્ર વિધાન પરિષદની 9 બેઠકોનું ગણિત
Trending Photos
નવી દિલ્હી: ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની નવ બેઠકો પર ચૂંટણી યોજવા માટે મંજૂરી આપી દીધી છે. ઉદ્ધવ ઠાકરે માટે આ રાહતના સમાચાર જરૂર છે પરંતુ આ અંગે તારીખો મહત્વની ભૂમિકા ભજવશે. કારણ કે સામાન્ય રીતે ચૂંટણીની જાહેરાત અને મતદાન વચ્ચે 21 દિવસનો ગેપ રાખવાનો હોય છે. અત્રે જણાવવાનું કે આ 9 બેઠકો માટે ચૂંટણી 21મી મેના રોજ મુંબઈમાં યોજાશે. આ 9 બેઠકો ગત 24 એપ્રિલથી ખાલી પડી છે.
આ બાજુ શિવસેનાના નેતા સંજય રાઉતે ચૂંટણી પંચના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમનું કહેવું છે કે ઉદ્ધવ ઠાકરે સરળતાથી ચૂંટાઈ આવશે અને ઉદ્ધવ જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની રહેશે.
હાલનું ગણિત
હાલ સંખ્યાબળ જોતા આ 9 બેઠકોમાંથી શિવસેનાને 2, કોંગ્રેસને 2, એનસીપીને 2 અને ભાજપને ફાળે 3 બેઠકો જઈ શકે છે. આવામાં ઉદ્ધવ ઠાકરેને રાહતના સમાચાર જરૂર મળ્યાં છે. પરંતુ મનની શાંતિ માટે તો તેમણે ચૂંટાઈ આવવાના દિવસ સુધી રાહ જોવી પડશે.
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં રાજનીતિક અને બંધારણીય પેચ હોવાના આસાર ઉત્પન્ન થયા હતાં. કારણ કે જો ઉદ્ધવ ઠાકરે 27મી મે સુધી વિધાન પરિષદ કે વિધાનસભા બંનેમાંથી કોઈ એક સદનના પણ સભ્ય ન બની શકત તો તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડત.
જુઓ LIVE TV
છેલ્લા એક અઠવાડિયામાં આ મુદ્દે ઘટનાક્રમમાં તેજી જોવા મળી હતી. આજે સીએમ ઠાકરે અને ગવર્નર કોશ્યારી વચ્ચે 20 મિનિટની બેઠક થઈ. આ અગાઉ ઉદ્ધવ ઠાકરેના સેક્રેટરી અને શિવસેનાના સચિવ મિલિન્દ નાર્વેકરે બે વાર નગર વિકાસ મંત્રી એકનાથ શિંદેએ એકવાર ગવર્નર સાથે મુલાકાત કરી હતી. એનસીપીના વરિષ્ઠ નેતા જયંત પાટીલ અને કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ તથા શિવસેનાએ પણ ચૂંટણી પંચને પત્ર લખ્યો. મંગળવારની રાતે ઉદ્ધવ ઠાકરેએ આ અંગે પીએમ મોદી પાસે મદદ માંગી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે