જો તમારા પર કોઇ મંત્રીનો ફોન આવે તો મજાક ન સમજતા મંત્રીઓ કરી રહ્યા છે ફોન
Trending Photos
નવી દિલ્હી : કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે સમગ્ર દેશમાં 20 કંટ્રોલ રૂમ બનાવ્યા છે. આ કંટ્રોલ રૂમનાં મોબાઇલ અને ઇમેઇલ પર નોકરી, મજુરી, સેલેરી અને પીએફ સંબંધિત ફરિયાદ જણાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. ફરિયાદ આવ્યા બાદ તે ફરિયાદ અથવા સમસ્યાના ઉખેલ માટે 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે અને સૌથી ખાસ વાત છે કે ફરિયાદનો ઉખેલ લાવ્યા બાદ તમે તેનાથી સંતુષ્ઠ થયા કે નહી તેના માટે પણ તમારા પર ફોન આવશે. મંત્રાલયનાં કંટ્રોલ રૂમના નિયમો એમ કહે છે કે, દરેક રાજ્યનાં નોડેલ અધિકારી દિવસામાં 5 કોલ કરશે અને જાણશે કે તમે સમાધાનથી સંતુષ્ટ થયા કે નહી.
PM Modi ની અપીલનું પડ્યું વજન, આ એરલાઇન દ્વારા લેવામાં આવ્યો અદ્ભુત નિર્ણય
આ પ્રકારે કેન્દ્રીય શ્રમ અને રોજગારમંત્રી ઓએસડી (ઓફીસર ઓન સ્પેશ્યલ ડ્યુટી) દિવસમાં 3 કોલ કરશે અને પુછશે કે તમારા સમાધાન મમળ્યું કે નહી અને તો કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ કુમાર ગંગવાર દિવસમાં 5 લાખ કોલ કરીને પુછશે કે તમારી સમસ્યાનો ઉકેલ આવ્યો તેનાથી તમે ખુશ છો કે નહી. કંટ્રોલ રૂમની જવાબદારી દરેક રાજ્યનાં ચીફ લેબર કમિશ્નરને સોંપવામાં આવી છે. મોબાઇલ નંબર અને ઇમેલ લોકો માટે ખોલવામાં આવ્યા છે જેથી જો તેમાં કોઇને નોકરી અકારણ લેવામાં આવી રહી છે, મજુરની સેલેરી અંગેની કોઇ સમસ્યા છે, પીએફ ઉપાડવાની સમસ્યા થઇ રહી હોય તો EPFO ESIC સંબંધિત કોઇ સમસ્યા થઇ રહી હોય તો લોકો પોતાની વાત કરી શકે છે.
સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, કોરોના સંકટ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણય
આ સાથે જ શ્રમ મંત્રાલયની ગાઇડ લાઇનમાં તમામ શ્રમ અને રોજગાર સંબંધિત વિભાગો અને લેબર કમિશ્નર્સને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, તેઓ માત્ર ખાનાપુર્તિ અથવા નામ માટે જ લોકોની સમસ્યાનું સમાધાન અથવા ડેટા ન બનાવે પરંતુ કોરોનાને કારણે પરેશાન થયેલા લોકોની સાચા અર્થમાં મદદ કરે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા પણ નિર્દેશ અપાયા છે કે, માનવીયતા દર્શાવીને સમસ્યાનો તુરંત જ ઉખેલ લાવો. તેની અસર પણ દેખાવા લાગી છે. હવે ઇપીએફઓએ એવા લોકોનો રેકોર્ડ રાખવાનો ચાલુ કર્યો છે જેની સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે