લાલુ યાદવને ચાઈબાસા કેસમાં જામીન મળ્યા, છતાં પણ નહીં આવી શકે જેલમાંથી બહાર
Trending Photos
રાંચી: લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) ની જામીન અરજી મામલે આજે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી થઈ. ઝારખંડ હાઈકોર્ટમાંથી લાલુ યાદવને મોટી રાહત મળી છે. ચાઈબાસા કોષાગાર કેસમાં તેમને જામીન મળી ગયા છે. આ સાથે જ લાલુ યાદવને બે લાખનો દંડ પણ થયો છે. લાલુ યાદવને 50 હજારના પર્સનલ બોન્ડ પર જામીન અપાયા છે. અડધી સજા કાપી લીધા બાદ તેમને આ જામીન મળ્યા છે. અત્રે જણાવવાનું કે ચાઈબાસા કેસમાં લાલુ યાદવને પાંચ વર્ષની જેલની સજા થઈ હતી. જો કે આ કેસમાં જામીન મળ્યા બાદ હજું પણ લાલુ યાદવ જેલમાંથી બહાર આવી શકશે નહીં.
હકીકતમાં દુમકા કેસમાં લાલુ યાદવને સાત વર્ષની જેલની સજા થઈ છે. જેમાંથી અડધી સજા 9 નવેમ્બરે પૂરી થશે. જો દુમકા કેસમાં આરજેડી સુપ્રીમોને રાહત મળી તો તેઓ જેલમાંથી બહાર આવી શકશે.
અત્રે જણાવવાનું કે લાલુ યાદવને ત્રણ કેસમાં પહેલા જ જામીન મળી ચૂક્યા છે. જ્યારે 2018થી સતત લાલુ યાદવ રિમ્સના પેઈંગ વોર્ડમાં કાર્યકત છે. લાલુને અનેક બીમારીઓ છે ને તેઓ સતત અસ્વસ્થ રહે છે. જેના આધારે હાઈકોર્ટમાં જામીન અરજી નખાઈ હતી.
લાલુ યાદવને આજે ચાઈબાસા કેસમાં રાહત જરૂર મળી છે પરંતુ બિહાર ચૂંટણી પહેલા તો તેઓ જેલમાંથી બહાર નહીં આવી શકે. તેમની સજાની અવધિ 9 નવેમ્બરે પૂરી થશે જ્યારે બિહારમાં છેલ્લા તબક્કાનું મતદાન 7 નવેમ્બરે અને 10 નવેમ્બરે મતગણતરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે