આ પાર્ટીને મળી શૂન્ય સીટ પણ નીતીશ કુમારની પાર્ટીને પહોંચાડી દીધુ મોટું નુકસાન
બિહાર વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધી આવેલા પરિણામ અને ટ્રેન્ડ્સ સ્પષ્ટ સંકેત આપી રહ્યાં છે કે સત્તામાં રહેલી જેડીયૂને મોટું નુકસાન થઈ રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધી આવેલા પરિણામ અને ટ્રેન્ડ સ્પષ્ટ સંકેત આપી રહ્યાં છે કે સત્તામાં રહેલી જેડીયૂને નુકસાન થઈ રહ્યું છે અને તેનું કારણ બની રહી છે ચિરાગ પાસવાનના નેતૃત્વ વાળી લોક જનશક્તિ પાર્ટી (LJP) જે આ વખતે પોતાના દમ પર ચૂંટણી મેદાનમાં હતી. પરંતુ તે માટે લોજપાએ પણ મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે. ચૂંટણી પંચના સાંજે 5.30 કલાક સુધીના આંકડા પ્રમાણે લોજપાનું ખાતુ ખુલી રહ્યું નથી અને તેને અત્યાર સુધી 5.6 ટકા મત મળ્યા છે.
આંકડા પર ધ્યાન આપો તો ખ્યાલ આવે છે કે લોજપાએ ઓછામાં ઓછી 30 સીટો પર જેડીયૂને નુકસાન પહોંચાડ્યું છે અને તે હારનું કારણ બની રહી છે. જેડીયૂને અત્યાર સુધી ચાર સીટો પર જીત મળી છે અને તે 37 સીટો પર આગળ છે. વર્ષ 2015ની ચૂંટણીમાં જેડીયૂને 71 સીટો પર જીત મળી હતી.
અમિત શાહે નીતીશ કુમારને કર્યો ફોન, ભૂપેન્દ્ર યાદવ સહિતના નેતાઓ સીએમ આવાસ પહોંચ્યા
જેડીયૂના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યુ કે, એક ષડયંત્ર હેટળ નીતીશ કુમાર વિરુદ્ધ અપમાનજનક અભિયાન ચલાવવામાં આવ્યું. કોઈનું નામ લીધા વગર તેમણે કહ્યું, અમારા પણ સામેલ હતા અને બીજા પણ.
પરંતુ તેમણે આશા વ્યક્ત કરી કે નીતીશ કુમાર ફરીથી બિહારના મુખ્યમંત્રી બનશે. તેમણે યાદ અપાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્પષ્ટ કરી દીધુ કે નીતીશ કુમાર એનડીએનું નેતૃત્વ કરશે.
ભાજપ 71 સીટ પર આગળ વધી રહી છે જ્યારે તેના બે અન્ય સહયોગી આઠ સીટો પર આગળ છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે ટ્રેન્ડ્સમાં એનડીએના ખાતામાં 122 સીટ આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે