Coronavirus: કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા ગોવામાં લોકડાઉન જાહેર, જાણો વિગતવાર માહિતી
દેશમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. એવામાં ગોવા રાજ્ય પણ તેમાંથી બાકાત નથી. કોરોનાના વધતા સંક્રમણના પગલે મોટો નિર્ણય લેવાયો છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગોવામાં લોકડાઉનની જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. એવામાં ગોવા રાજ્ય પણ તેમાંથી બાકાત નથી. કોરોનાના વધતા સંક્રમણના પગલે મોટો નિર્ણય લેવાયો છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગોવામાં લોકડાઉનની જાહેરાત કરી છે.
સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે રાજ્યમાં 29મી એપ્રિલથી સાંજે 7 વાગ્યાથી લઈને 3જી મે સવાર સુધી લોકડાઉન રહેશે. જીવન જરૂરિયાતની વસ્તુઓ અને ઈન્ડસ્ટ્રિયલ ગતિવિધિને છૂટ રહેશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. કેસિનો, હોટેલ્સ, પબ પણ બંધ રહેશે. જરૂરિયાતની વસ્તુઓના ટ્રાન્સપોર્ટેશન માટે રાજ્યની સરહદો ખુલ્લી રહેશે.
Lockdown announced in state from 29th April 7 pm to the morning of 3rd May. Essential services & industrial activities allowed, public transport to remain shut. Casinos, hotels, pubs remain closed. Borders to remain open for essential service transportation: Goa CM Pramod Sawant pic.twitter.com/PXaUfT5tkG
— ANI (@ANI) April 28, 2021
અત્રે જણાવવાનું કે ગોવામાં કોરોના વાયરસના મંગળવારે 2110 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 31 દર્દીઓના મોત થયા. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 81,908 થઈ છે. જ્યારે કુલ મૃતકોની સંખ્યા 1086 છે. રાજ્યમાં ચહાલ 16591 એક્ટિવ કેસ છે.
છેલ્લા 24 કલાકમાં નવા 3.60 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,60,960 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,79,97,267 પર પહોંચ્યો છે. જેમાંથી 29,78,709 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,61,162 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 3293 લોકોના કોરોનાથી મોત થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓનો આંકડો 1,48,17,371 પર પહોંચ્યો છે જ્યારે કુલ મૃત્યુઆંક 2,01,187 થયો છે. સતત વધી રહેલો મૃત્યુઆંક અને દૈનિક કેસનો આંકડો ભયજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ 14,78,27,367 લોકોને રસી આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે