OXYGEN CONCENTRATOR કેવી રીતે કોરોનાના દર્દીઓને થાય છે મદદરૂપ? જાણો કઈ રીતે કરે છે કામ
કોરોનાની વિકટ સ્થિતિમાં દર્દીઓને ઓક્સિજનની અછતની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ન જાણે દેશભરમાં કેટલાય દર્દીઓએ પ્રાણવાયુની અછતના કારણે જીવ ગુમાવવો પડ્યો. કોરોનાના દર્દીઓ માટે સતત ઓક્સિજનની માગ થઈ રહી છે તેવામાં 'OXYGEN CONCENTRATOR' મશીન હાલ કોરોનાના દર્દીઓ માટે 'સંજીવની' સમાન સાબિત થયા છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ 'ઓક્સિજન કન્સન્ટ્રેટર 'પોર્ટેબલ મશીન' હોય છે. આ મશીનની મદદથી દર્દીના ઘરમાં જ હવાથી ઓક્સિજન જનરેટ કરી શકાય છે. 'OXYGEN CONCENTRATOR' પ્રેશર સ્વિંગ એબ્જોર્પશન ટેકનોલોજીની મદદથી કામ કરે છે. 'OXYGEN CONCENTRATOR' એવી જગ્યાએ કામમાં આવે છે જ્યા લિક્વિડ ઓક્સિજન અથવા પ્રેશરાઈઝડ ઓક્સિજનનો ઉપયોગ કરવો જોખમી કે મુશ્કેલભર્યો હોય જેમ કે તમારું ઘર કે ડૉકટરનું ક્લિનિક.
'OXYGEN CONCENTRATOR' મશીન હવામાંથી નાઈટ્રોજનને અલગ કરે છે અને વધુ માત્રાવાળા ઓક્સિજનની હવાને બહાર કાઢે છે. 'OXYGEN CONCENTRATOR' ઔધોગિક એકમોમાં પણ ઓક્સિજનનો સૌથી સસ્તો સ્ત્રોત છે જ્યા તે 'ઓક્સિજન ગેસ જનરેટર્સ' અને 'ઓક્સિજન જનરેટ પ્લાન્ટ' ના નામથી ઓળખવામાં આવે છે.
ભારતમાં કોરોના મહામારીમાં ઓક્સિજનનું સંકટ ઘેરાતું જાય છે. મહારાષ્ટ્ર, દિલ્લી સહિતના અનેક રાજ્યોમાં ઓક્સિજનની ભારે તંગી સર્જાઈ રહી છે. ઘરમાં કોરેન્ટાઈન થયેલા ગંભીર દર્દીઓને પણ ઓક્સિજનની બોટલ મળતી નથી. ઓક્સિજનની અછતના આ સમયગાળામાં 'OXYGEN CONCENTRATOR' મશીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ મશીનની માગમાં સતત વધારો થઈ રહ્યો છે. મેડિકલ ટેકનોલોજી સાથે સંકળાયેલા નિષ્ણાતના મતે જાણીએ 'OXYGEN CONCENTRATOR' શું છે?, કેટલામાં મળે છે?, કેવી રીતે કામ કરે છે? તેની તમામ જાણકારીઓ અહીં આપણે જાણીએ
1. કોરોનાના દર્દીઓના આ રીતે કામ આવે છે 'OXYGEN CONCENTRATOR'
'OXYGEN CONCENTRATOR' એક એવું ડિવાઈસ છે જે વાતાવરણની હવાથી ઓક્સિજન જનરેટ કરે છે. ઓક્સિજન કન્સન્ટ્રેટર હવામાંથી નાઈટ્રોજન અલગ કરે છે અને ઓક્સિજનની અધિકતા વાળી ગેસ બહાર કાઢે છે. આ ઓક્સિજન જરૂરિયાતમંદ દર્દીના કામ આવે છે. કોરોનાના દર્દીઓમાં ઓક્સિજન 94 ટકાથી ઘટી જાય તો દર્દીને ઓક્સિજન થેરાપીની જરૂર પડે છે. આવી સ્થિતિમાં 'OXYGEN CONCENTRATOR' મશીન ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે સંજીવનીની કામગીરી કરે છે.
2. 'OXYGEN CONCENTRATOR' કેવી રીતે ઓક્સિજન સિલિન્ડર કરતા ઉપયોગી?
'OXYGEN CONCENTRATOR' પોર્ટેબલ હોય છે અને તેનો ઉપયોગ કરવો પણ સરળ હોય છે. ખૂબ ઓછી કિમતમાં તેને સામાન્ય મેઈન્ટેઈનન્સની જરૂર રહેતી હોય છે. દર્દી 'OXYGEN CONCENTRATOR' મશીન તેની જરૂરિયાત પ્રમાણે ઘરમાં ડૉકટર અથવા હેલ્થ વર્કરની સલાહ સૂચન પ્રમાણે ઉપયોગ કરી શકે છે. ઓક્સિજન સિલિન્ડર જો ખાલી થઈ જાય તો તેને રિફિલ કરવાની જરૂર પડે છે પરંતું 'OXYGEN CONCENTRATOR' માં એવી કોઈ જરૂરિયાત રહેતી નથી. 'OXYGEN CONCENTRATOR' લાંબા સમયના ઉપયોગમાં પણ કામ આવે છે. ઓક્સિજન સિલિન્ડરના ઉપયોગમાં ખૂબ સાવધાની રાખવી પડે છે, સાથે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે કે સિલિન્ડર લીક ન થાય નહીં તો આગ લાગવાની શક્યતા વધી જાય છે.
3.'OXYGEN CONCENTRATOR' આ ટેકનોલોજી પર કરે છે કામ
ઓક્સિજન કન્સન્ટ્રેટર ઈલેકટ્રિકથી ચાલનારી ડિવાઈસ છે. આ ડિવાઈસ હવામાંથી ઓક્સિજનને અલગ કરે છે. નેજલ કેનુલાની મદદથી ઓક્સિજનની અધિકતાવાળી હવા દર્દી સુધી પહોંચાડવામાં આવે છે. ક્લિનિકલ સ્ટડીઝના રિપોર્ટ અનુસાર 'OXYGEN CONCENTRATOR' ઓક્સિજન થેરાપીની બાબતમાં અન્ય ઓક્સિજન ડિલીવરી સિસ્ટમ જેટલી સફળ છે. 'OXYGEN CONCENTRATOR' પ્રેશર સ્વિંગ એબ્જોર્પર્શન ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે.
4. 'OXYGEN CONCENTRATOR' નો ખર્ચ અને મેઈન્ટેઈનન્સ
'OXYGEN CONCENTRATOR' ની કિંમત 30 થી 60 હજાર રૂપિયા વચ્ચે છે.આ તમને મોટા મેડિકલ સ્ટોર પર મળી શકશે અથવા તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો. એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી વેબસાઈટ પર મળી શકે છે. અંદાજે 14 કિલોની આ મશીન છે. 93 થી 96 ટકાની ઓક્સિજનની શુદ્ધતા સાથે 5 લિટર સુધી એયરફલો વાળું આ મશીન છે. ખરીદ્યા પછી 'OXYGEN CONCENTRATOR' નું મેઈન્ટેઈનન્સ ઓછું આવે છે. લાઈટબિલ અને તેમાં આવતા ફિલ્ટર્સનો ખર્ચો રહે છે. ફિલ્ટરને કેટલાક વર્ષો પછી બદલવી પડે છે. 'OXYGEN CONCENTRATOR' માં ઈનબિલ્ટ ઓક્સિજન સેન્સર્સ હોય છે, જો ઓક્સિજનની શુદ્ધતા ઘટી જાય તો તે સંકેત આપે છે.
5. 'OXYGEN CONCENTRATOR' ના ફાયદા-નુકસાન
'OXYGEN CONCENTRATOR' ઓછી કિંમતે ઓક્સિજનની જરૂરિયાત પૂર્ણ કરે છે.ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્ક કે પ્રેશરાઈઝડ સિલિન્ડરની સામે 'OXYGEN CONCENTRATOR' સસ્તો અને સારો વિકલ્પ છે. આ પોર્ટેબલ અને ઉપયોગમાં સરળ છે. હા પણ આ મશીનનો સતત 24 કલાક સુધી ઉપયોગ કરી શકાતો નથી. કુલિંગ માટે 'OXYGEN CONCENTRATOR' ને અડધો કલાક માટે બંધ રાખવું જરૂરી છે. લાઈટ જવાની સ્થિતિમાં 'OXYGEN CONCENTRATOR' નો ઉપયોગ કરવો હોય તો ઈલેકટ્રિસિટી બેકઅપ હોવો જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે