ખુબ જ મહત્વની આ સીટ... જીતનું અંતર નક્કી કરશે કે દેશમાં 'મોદી લહેર' યથાવત છે કે નહીં

લોકસભા ચૂંટણી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી બેઠક દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી છે. વાત જાણે એમ છે કે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આ બેઠક પરથી ચૂંટણી લડશે તેવી ખુબ જ અટકળો હતી પરંતુ જો કે પ્રિયંકાએ આ બેઠકથી ચૂંટણી લડવાની ના પાડી દીધી. આ પાછળ પ્રિયંકાએ એક જ સીટ પર ફોકસ થવાનું કારણ આગળ ધર્યું. કોંગ્રેસે પીએમ મોદી સામે વારાણસી બેઠકથી અજય રાયને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. 

ખુબ જ મહત્વની આ સીટ... જીતનું અંતર નક્કી કરશે કે દેશમાં 'મોદી લહેર' યથાવત છે કે નહીં

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી બેઠક દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી છે. વાત જાણે એમ છે કે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આ બેઠક પરથી ચૂંટણી લડશે તેવી ખુબ જ અટકળો હતી પરંતુ જો કે પ્રિયંકાએ આ બેઠકથી ચૂંટણી લડવાની ના પાડી દીધી. આ પાછળ પ્રિયંકાએ એક જ સીટ પર ફોકસ થવાનું કારણ આગળ ધર્યું. કોંગ્રેસે પીએમ મોદી સામે વારાણસી બેઠકથી અજય રાયને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. 

5 વિધાનસભા સીટો પર આ રીતે છે ગણિત
વારાણસી લોકસભા બેઠક હેઠળ રોહનિયા, વારાણસી ઉત્તર, વારાણસી દક્ષિણ, વારાણસી કેન્ટ, અને સેવાપુરી વિધાનસભા બેઠક આવે છે. જેમાંથી ચાર વિધાનસભા બેઠકો પર ભાજપ અને એક પર અનુપ્રિયા પટેલની પાર્ટી અપના દળ (સોનેલાલ)નો કબ્જો છે. 2014માં કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ અત્યાર સુધી વારાણસી માટે લગભગ 315 પ્રોજેક્ટ્સ પાસ થયા છે. જેમાંથી લગભગ 279 પ્રોજેક્ટ્સ પૂરા થયા છે. 

જુઓ LIVE TV

2014માં આ રીતે હતો જનાદેશ
2014ની લોકસભા ચૂંટણીમાં વારાણસી બેઠકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે બહુમતથી જીત મેળવી હતી. પીએમ મોદીએ પોતાના નજીકના પ્રતિસ્પર્ધી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ  કેજરીવાલને 3,71,784 મતોના અંતરથી હરાવ્યા હતા. પીએમ મોદીને 5,81,022 અને બીજા સ્થાન પર રહેલા કેજરીવાલને 2,09,238 મતો મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના અજય  રાય ત્રીજા સ્થાને હતા અને તેમને 75,614 મતો મળ્યા હતાં. આ ચૂંટણીમાં અજય રાયની ડિપોઝીટ પણ ગુલ થઈ ગઈ હતી. 

સાતમા તબક્કામાં મતદાન
વારાણસી લોકસભા બેઠક માટે અત્યાર સુધી 15 વાર ચૂંટણી યોજાઈ છે. આ બેઠક 6 વાર કોંગ્રેસ અને 6 વાર બીજેપીના ફાળે ગયેલી છે. વારાણસી લોકસભા સીટ જનતા દળ, સીપીએમ, બીએલડીના ખાતામાં એક એક વાર ગઈ છે. વારાણસી બેઠક પર મતદારોની સંખ્યા  17,66,487 છે. જેમાંથી 9,85,395 પુરુષ મતદારો અને 7,81,000 મહિલા મતદારો છે. વારાણસી બેઠક પર લોકસભા ચૂંટણી 2019માં સાતમાં અને છેલ્લા તબક્કામાં એટલે કે 19મી મેના રોજ મતદાન થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news