J&Kને મોદી સરકારે આપી વિશેષ ભેટ, 1,350 કરોડનું આર્થિક પેકેજ પણ મંજૂર
મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરને એક મોટી ભેટ આપી છે. સરકારે જમ્મુ અને કાશ્મીર માટે 1350 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે આ નિર્ણયથી ખીણમાં રોજગારીની તકો પેદા કરવામાં મદદ મળશે. આ સાથે જ તેમણે કહ્યું કે એક વર્ષ માટે ખીણના લોકોને વીજળી અને પાણી પર 50 ટકા છૂટ મળશે.
Trending Photos
જમ્મુ: મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરને એક મોટી ભેટ આપી છે. સરકારે જમ્મુ અને કાશ્મીર માટે 1350 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે આ નિર્ણયથી ખીણમાં રોજગારીની તકો પેદા કરવામાં મદદ મળશે. આ સાથે જ તેમણે કહ્યું કે એક વર્ષ માટે ખીણના લોકોને વીજળી અને પાણી પર 50 ટકા છૂટ મળશે.
જનતાને મળશે લાભ
ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ નિર્ણય અંગે જાણકારી આપતા કહ્યું કે આર્થિક સમસ્યાનો સામન કરી રહેલા બિઝનેસ સમુદાયના લોકો માટે 1350 કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે. આત્મનિર્ભર ભારત અભિયાન ઉપરાંત અનેક મોટા પ્રશાસનિક પગલાં અમે ઉઠાવ્યા છે. જેનાથી જનતાને આવનારા સમયમાં મોટો લાભ મળશે.
કોઈ ભેદભાવ નથી
ઉપરાજ્યપાલ સિનાહાએ કહ્યું કે રાજ્યના લોકોની સમસ્યાઓને જોતા અમે કે કે શર્માની અધ્યક્ષતામાં કમિટી બનાવી હતી. જેણે અનેક પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરી. અમે જે પણ નિર્ણયો લીધા તે લોકોને ધ્યાનમાં રાખીને લીધા છે. આ પેકેજમાં અનેક ઈનોવેટિવ નિર્ણય લેવાયા છે. અહીંની વિશેષ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે નક્કી કર્યું છે કે 5 ટકાનું વ્યાજ કોઈ પણ ભેદભાવ વગર આપીશું. જેમાં 950 કરોડ સીધા યુટી પ્રશાસન આપશે.
We have decided to give 5% interest subvention to every borrower from the business community, without any conditions for six months in the current financial year. This will be a huge relief and help in generating employment here: Jammu and Kashmir LG Manoj Sinha https://t.co/k3uEDiZefO
— ANI (@ANI) September 19, 2020
મિશન સમૃદ્ધ જમ્મુ-કાશ્મીર
તેમણે વધુમાં કહ્યું કે ટ્રાન્સપોર્ટ વ્યવસાયને પણ મદદ મળશે. આ સાથે જ પર્યટન માટે એક સ્ટ્રક્ચર બનાવવામાં આવશે. અમે એક સમૃદ્ધ જમ્મુ અને કાશ્મીરનું નિર્માણ કરવા માંગીએ છીએ અને તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. માર્ચ 2021 સુધીમાં સ્ટેમ્પ ડ્યૂટીમાં છૂટ અપાઈ છે. એ જ રીતે હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ ક્રેડિટ કાર્ડ સ્કિમને આગળ વધારાઈ છે. આ ઉપરાંત યુવા અને મહિલા ઉદ્યોગ સાહસિકો માટે જે કે બેંક એક અલગ યોજના શરૂ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે