Jabalpur Hospital Fire: જબલપુરમાં હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 10ના મોત, ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
MP News: મધ્યપ્રદેશના જબલપુરમાં એક હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. એક કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
Trending Photos
જબલપુરઃ મધ્યપ્રદેશના જબલપુર શહેરની ન્યૂ લાઇફ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગવાને કારણે દોડધામ મચી છે. જાણવા મળી રહ્યું છે કે આ આગમાં સળગી જવાથી પાંચ લોકોના મોત થયા છે. આ આગમાં ઘણા લોકોને ઈજા પહોંચી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ આગમાં 10 લોકો જીવતા સળગી ગયા છે. અન્ય લોકો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. મહા મહેનતે ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. આગ લાગવાથી હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
કેટલાક પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી તે પણ કહેવામાં આવી રહ્યું છે કે આશરે 7 લોકોના મૃતદેહ હોસ્પિટલમાંથી કાઢવામાં આવ્યા છે. હોસ્પિટલમાં કેટલા દર્દી દાખલ હતા તેની જાણકારી હજુ મળી નથી. આ હોસ્પિટલમાં આશરે 100 લોકોનો સ્ટાફ છે. પરંતુ કુલ કેટલા મોત થયા છે તેની હજુ ચોક્કસ માહિતી સામે આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે હજુ મૃત્યુઆંક વધી શકે છે.
#WATCH | Madhya Pradesh: Fire breaks out at Jabalpur Hospital. Further details awaited pic.twitter.com/RdjjqARKIY
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 1, 2022
કેટલાક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટનાની માહિતી ત્યારે સામે આવી ગ્યારે કેટલાક લોકો દમોહ ચોકથી નિકળી રહ્યાં હતા અને હોસ્પિટલમાં આગ જોઈ. લોકોએ તે સમયે હોસ્પિટલમાંથી અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ પોલીસ અને ફાયર બ્રિગેડને માહિતી આપવામાં આવી. આગ એટલી ભયાનક હતી કે જ્યારે ફાયર અને પોલીટની ટીમ પહોંચી ત્યારે ચારે તરફ ફેલાય ગઈ હતી.
મુખ્યમંત્રીએ કરી વળતરની જાહેરાત
આ દુર્ઘટના પર રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કર્યું, 'રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા અને ગંભીર રૂપથી ઈજાગ્રસ્તને 50-50 હજાર રૂપિયાની સહાયતા આપવામાં આવશે. ઈજાગ્રસ્તોની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે