Maharashtra માં પ્રતિબંધની કોઈ અસર નહીં? 832 લોકોના મૃત્યુ, 66 હજારથી વધુ નવા કેસ

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 66,191 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 61450 લોકો સાજા થયા છે. તો મૃત્યુ પામનારની સંખ્યા 832 રહી છે. 

Maharashtra માં પ્રતિબંધની કોઈ અસર નહીં? 832 લોકોના મૃત્યુ, 66 હજારથી વધુ નવા કેસ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની (Maharashtra Corona update) સુનામીથી સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ઉદ્ધવ સરકાર દ્વારા એક મે સુધી લાગૂ કરવામાં આવેલ 'બ્રેક ધ ચેન' છતાં દરરોજ 60 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે મૃતકોની આંકડો 800ને પાર પહોંચી ગયો છે. પરંતુ આ વચ્ચે મુંબઈમાં કોવિડના નવા કેસમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ આ ઘટાડો એટલો મોટો પણ નથી કે તેને રાહત માનવામાં આવે. 

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 66,191 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 61450 લોકો સાજા થયા છે. તો મૃત્યુ પામનારની સંખ્યા 832 રહી છે. દરરોજ રાજ્યમાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે સરકારની ચિંતા પણ વધી રહી છે. નવા કેસ બાદ રાજ્યમાં એક્ટિવ કેસ  6,98,354 થઈ ગયા છે. અત્યાર સુધી  35,30,060 લોકો સાજા થઈ ચુક્યા છે. તો મૃત્યુઆંક વધીને 64,760 પહોંચી ચુકી છે. 

Active cases: 6,98,354
Total discharges: 35,30,060
Death toll: 64,760 pic.twitter.com/tsuCHkRbNG

— ANI (@ANI) April 25, 2021

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાની ગતિ હવે ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. શનિવાર બાદ રવિવારે પણ કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 5542 નવા કેસ સામે આવ્યા છે, તો 64 લોકોના મૃત્યુ થયા છે. મુંબઈમાં એક્ટિવ કેસની સંખ્યા 75740 છે. રાહતની વાત છે કે 8478 લોકો સાજા પણ થયા છે. મુંબઈમાં અત્યાર સુધી કુલ  5,37,711 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. તો મહામારીએ શહેરમાં 12783 લોકોના જીવ લીધા છે. 

મહત્વનું છે કે મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય છે. કોરોના મહામારી રોકવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રીએ રાજ્યમાં લૉકડાઉન જેવા પ્રતિબંધો લાગૂ કર્યા છે. પરંતુ તેને બ્રેક ધ ચેન નામ આપવામાં આવ્યું છે. તે ગુરૂવારે રાત્રે આઠ કલાકથી શરૂ થઈ એક મે સવારે સાત કલાક સુધી ચાલશે. તો એનસીપી નેતા અને અલ્પસંખ્યક કાર્ય મંત્રી નવાબ મલિકે રવિવારે જણાવ્યુ કે, મહારાષ્ટ્ર સરકાર 45 વર્ષથી ઓછી ઉંમરના વયસ્ક નાગરિકોને નિશુલ્ક કોવિડ રસી લગાવવા માટે વૈશ્વિક ટેન્ડર કાઢશે. તેમણે કહ્યું કે, 1 મેથી રસીકરણ અભિયાન શરૂ થશે અને તેનો ખર્ચ રાજ્ય સરકારના કોષમાંથી કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news