MATRIMONY: લગ્નની જાહેરાતમાં વિચિત્ર શરતો, ભાવિ પત્નીની બ્રા સાઈઝ અને કમરનો ઉલ્લેખ કરાતા લોકો ગુસ્સે ભરાયા
મેટ્રીમોની સાઈટ્સ પર જીવનસાથી શોધનારા લોકો ક્યારેક એવી અજીબોગરીબ ડિમાન્ડ કરવા લાગે છે. આ બધા વચ્ચે એક વ્યક્તિએ પોતાની થનારી દુલ્હન વિશે જે પસંદ રજુ કરી ત્યારબાદ ઈન્ટરનેટ પર જાણે હંગામો મચી ગયો.
Trending Photos
નવી દિલ્હી: મેટ્રીમોની સાઈટ્સ પર જીવનસાથી શોધનારા લોકો ક્યારેક એવી અજીબોગરીબ ડિમાન્ડ કરવા લાગે છે. આ બધા વચ્ચે એક વ્યક્તિએ પોતાની થનારી દુલ્હન વિશે જે પસંદ રજુ કરી ત્યારબાદ ઈન્ટરનેટ પર જાણે હંગામો મચી ગયો. વાત જાણે એમ હતી કે લગ્ન માટેની જાહેરાતમાં આ યુવકે પોતાની થનારી દુલ્હનના શરીરના અંગોનો ઉલ્લેખ કરતા લખાવ્યું હતું કે તેને ફલાણા-ઢીકણા સાઈઝની બ્રેસ્ટ અને કમરની સાઈઝવાળી દુલ્હન જોઈએ છે.
સોચ પર સવાલ
આ જાહેરાત મુજબ આ ભારતીય વ્યક્તિએ લખ્યું કે 'મને 5'2-5'6 (હાઈટ), 32બી-32સી (બ્રા સાઈઝ) અને 12-16 વેસ્ટ સાઈઝવાળી દુલ્હીન જોઈએ' આ લગ્ન માટેની જાહેરાતના સ્ક્રીનશોટે હોબાળો મચાવ્યો છે. તે સંલગ્ન પોસ્ટ હાલ આગની જેમ વાયરલ થઈ રહી છે. કારણ કે જાહેરાતમાં દુલ્હનના શરીરના અંગોની સાઈઝ વિશે ઉલ્લેખ કરાયો છે.
બેડરૂમ માટે ડ્રેસકોડ!
Reddit પોસ્ટમાં, Betterhalf.ai નામની એક મેટ્રિમોની સાઈટથી લેવાયેલો એક સ્ક્રીનશોટ શેર કરાયો હતો. જેમાં આ પોસ્ટમાં ભાવિ દુલ્હનના સ્તન અને કમરની સાઈઝનો ઉલ્લેખ કરાયો છે. આ યુવકે આગળ એમ પણ બતાવ્યું કે તેની દુલ્હન 80 ટકા કેસ્યુઅલ અને 20 ટકા ફોર્મલ કપડાં પહેરતી હોવી જોઈએ. આ યુવકે પોતાની માગણીમાં બેડરૂમ માટે પણ ડ્રેસ કોડ જણાવ્યો છે.
કાર્યવાહીની માગણી ઉઠી
રેડિટની આ પોસ્ટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. અલગ અલગ યૂઝર્સે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી. કેટલાક લોકોએ લગ્ન માટેની જાહેરાતો પર કામ કરનારી વેબસાઈટ Betterhalf.ai ને કાર્યવાહી કરવાની માગણી કરી છે.
તમે પણ જુઓ આ પોસ્ટ
Liberal but pro life. Boob size. Height and other requirements of this one Indian man on a matrimonial site! pic.twitter.com/xxljeXAHsG
— Naimish Sanghvi (@ThatNaimish) November 19, 2021
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે