CM ફડણવીસનું વિશેષ સત્રનું આહ્વાન: મરાઠા સમાજ તૈયાર નથી, મુદ્દો ગુંચવાયો

મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે, પ્રદર્શન દરમિયાન હિંસામાં રહેલા લોકો પર લાગેલા તમામ કેસ પાછા ખેંચવામાં આવે

CM ફડણવીસનું વિશેષ સત્રનું આહ્વાન: મરાઠા સમાજ તૈયાર નથી, મુદ્દો ગુંચવાયો

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં મરાઠા અનામત્ત મુદ્દે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે સર્વદળીય બેઠક બોલાવી. આ બેઠક બાદ મીડિયા સાથે ચર્ચા કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, તમામ દળોનું આ મુદ્દે એક જ મંતવ્ય છે. તેમણે જણાવ્યું કે, અમે કોઇ પણ આ નિર્ણય પછાત આયોગના રિપોર્ટ બાદ જ કરશે. મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે, પ્રદર્શન દરમિયાન હિંસામાં સમાવિષ્ઠ લોકો પરથી કેસ  પાછો લેવામાં આવશે અને જે પણ કોલેજ મરાઠા વિદ્યાર્થીઓની ફી માફી મુદ્દે કોઇ પ્રકારે વિવાદ પેદા કરવાનો પ્રયાસ કરશે તેમનું રજીસ્ટ્રેશન રદ્દ કરી દેવામાં આવશે. 

આ બેઠક બાદ મુખ્યમંત્રીએ મીડિયા સાથે ચર્ચામાં અપીલ કરી છે કે સ્થિતી શાંતિપુર્ણ હોય અને કોઇ પણ ખોટું પગલું ન ઉઠાવવામાંઆવે. પછાત પંચને પણ આ અંગે રિપોર્ટ આપવા માટે જણાવવામાં આવ્યું છે. તેમ છતા પણ અમે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીશું. મુખ્યમંત્રીએ કહ્યું કે, મે ડીજીપીને કહ્યું છે કે મરાઠા અનામત આંદોલન દ્વારા જે લોકો પર પણ કેસ દાખલ થયો છે તેને પાછા લેવામાં આવશે. માત્ર ગંભીર કિસ્સાઓ જેમ કે પોલીસ પર હૂમલો, આગચંપી જેવા કેસ પરત નહી ખેંચવામાં આવે. 

— ANI (@ANI) July 28, 2018

મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારે મરાઠા અનામત મુદ્દે કાયદો બનાવ્યો હતો જો કે હાઇકોર્ટે તે અંગે પ્રતિબંધ લગાવેલો છે. અમે આ મુદ્દા અંગે ગંભીરતાને સમજીએ છીએ, જો કે અનામત માત્ર પછાત પંચની ભલામણ પર જ આપવામાં આવી શકે છે. દુર્ભાગ્યથી પંચના પહેલા અધ્યક્ષનું નિધન થઇ ચુક્યું છે. અમે નવા અધ્યક્ષની નિયુક્તિ કરી છે એટલા માટે સમય લાગ્યો. તમામ પાર્ટીઓની આ મુદ્દે એક મંતવ્ય છે અને અમે નિર્ણય લીધો છે કે તમામ એક મત રહીશું. 

— ANI (@ANI) July 28, 2018

જો રાજ્યની કોલેજમાં આ મુદ્દે કોઇ વ્યાવહારિક સમસ્યા આવે છે તો અમે તેને દુર કરવા માટે તૈયાર છીએ. જો કે જો તેઓ જાણીબુઝીને ફી માફ કરવા મુદ્દે કોઇ અડચણ પેદા કરે છે તો શિક્ષણ વિભાગ તેમનું રજીસ્ટ્રેશન રદ્દ કરી દેશે. બીજી તરફ આ મુદ્દે મરાઠા અનામત આંદોલનની માંગ કરી રહેલા સકલ મરાઠા સમાજે કહ્યું કે, અમે સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને મંત્રી ચંદ્રકાંતા પાટીલના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ સાથે જ અમારી માંગ છે કે આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા તમામને 50 લાખનું વળતર મળે અને જે પોલીસવાળાઓએ લાઠીચાર્જ કર્યો છે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. જો અમારી આ માંગણીઓ પુરી નહી થાય તો અમે 1 ઓગષ્ટથી જેલ ભરો આંદોલન કરીશું. સકલ મરાઠા સમાજનું કહેવું છે કે, અમે આ સરકાર અંગે વિશ્વાસ નથી કરી શકતા, તેમને નિર્ણય લેવો જોઇએ, અમે આ મુદ્દા પર તેઓ વધારે ચર્ચા કરવા નથી માંગતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news