જમ્મુ કાશ્મીરમાં ધુંધવાયેલા આતંકવાદીઓએ સૈન્ય કેમ્પ કર્યો હૂમલો, 1 જવાન શહીદ
રાષ્ટ્રીય રાઇફલ્સના કેમ્પ નંબર-42 પર ફાયરિંગ કર્યું હતું, અંધાધુંધ ફાયરિંગમાં 2 જવાનોને ગોળી વાગી હતી
Trending Photos
જમ્મુ : જમ્મુ - કાશ્મીરનાં ત્રાલમાં સુરક્ષાદળોના એક્શથી ધુંધવાયેલા આતંકવાદીઓએ ગુરૂવારે સાંજે સેનાના એક કેમ્પ પર હૂમલો કરી દીધો. દક્ષિણી કાશ્મીરમાં ત્રામાં સેનાના કેમ્પ પર થયેલા હૂમલામાં સેનાનો એક જવાહ શહીદ થઇ ગયા હતા અને એક જવાન ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. આ હૂમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી છે.
મળતી માહિતી અનુસાર ગુરૂવારે સાંજે આતંકવાદીઓએ ત્રાલમાં રાષ્ટ્રીય રાઇફલ્સનાં કેમ્પર નંબર 42 પર ફાયરિંગ કરી દીધું. આતંકવાદીઓની આ અંધાધુંધ ફાયરિંગમાં સેનાનાં બે જવાનો આવી ગયા હતા. તેમાંથી એક જવાનને હોસ્પિટલ લઇ જતા સમયે તેનું મોત થયું હતું. બીજા જવાનને હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને તેની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
આ હૂમલા બાદ જવાબી કાર્યવાહી કરતા સૈન્ય દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવાયું છે. અગાઉ ગુરૂવારે બપોરે અનંતનાગ અને બારામૂલામાં સુરક્ષાદળોએ 6 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાક આતંકવાદીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત હતા. માનવામાં આવી રહ્યું છે કે, સુરક્ષાદળોની કાર્યવાહીથી ધુંધવાયેલા આતંકવાદીઓએ સૈન્ય કેમ્પ પર હૂમલો કર્યો હતો.
અગાઉ પણ એક અઠવાડીયા પહેલા 18 ઓક્ટોબરે રાત્રે જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં આતંકવાદીઓએ આઇઇડી વિસ્ફોટ કરીને સુરક્ષા દળોને નિશાન બનાવ્યા હતા. આ હૂમલામાં સૈન્યનાં 7 જવાનો ઘાયલ થયા હતા. આ હૂમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે સ્વિકારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે