Corona: દેશમાં કેમ વધી રહ્યાં છે મ્યુકોરમાઈકોસિસના દર્દી, ડો. ગુલેરિયાએ જણાવ્યું કારણ
આ સાથે એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ કે, જેમ-જેમ કોરોના કેસ વધી રહ્યાં છે, તે સૌથી મહત્વપૂર્ણ છે કે અમે હોસ્પિટલોમાં સંક્રમણ નિયંત્રણ પ્રથાઓના પ્રોટોકોલનું પાલન કરીએ.
Trending Photos
નવી દિલ્હીઃ દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના સક્રિય કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશના 11 રાજ્યોમાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. 8 રાજ્યોમાં 50,000થી 1 લાખ વચ્ચે એક્ટિવ કેસ છે. તો 17 રાજ્યોમાં 50 હજારથી ઓછા સક્રિય કેસ છે. મહારાષ્ટ્ર, યૂપી, ગુજરાત અને છત્તીસગઢ જ્યાં વધુ સંખ્યામાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે અને હવે ત્યાં પણ સક્રિય કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે મંત્રાલયે જણાવ્યું કે, ચિંતાનું કારણ તમિલનાડુ છે, જ્યાં છેલ્લા એક સપ્તાહમાં એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ અનુસાર દેશમાં સક્રિય કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. 3 મેએ રિકવરી રેટ 81.3 ટકા હતો ત્યારબાદ રિકવરીમાં સુધાર થયો છે. હવે રિકવરી રેટ 83.83 છે. 75 ટકા કેસ 10 રાજ્યોમાંથી આવી રહ્યાં છે અને કુલ એક્ટિવ કેસના 80 ટકા માત્ર 12 રાજ્યોમાં છે.
Misuse of steroids is a major cause behind this infection (Mucormycosis). Chances of fungal infection increase in the patients who are diabetic, COVID positive & are taking steroids. To prevent it, we should stop the misuse of steroids: AIIMS Director Randeep Guleria pic.twitter.com/eCegiKET1x
— ANI (@ANI) May 15, 2021
સ્વાસ્થ્ય સચિવે જણાવ્યુ કે, દેશમાં 24 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે, જ્યાં 15 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ છે. 5થી 15 ટકા પોઝિટિવિટી રેટ 10 રાજ્યોમાં છે. 5 ટકાથી ઓછો પોઝિટિવિટી રેટ 3 રાજ્યોમાં છે. છેલ્લા એક સપ્તાહમાં 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોઝિટિવિટી રેટ ઓછો થયો છે. દેશભરમાં પોઝિટિવિટી રેટ જે 21.9 ટકા હતો, તે હવે 19.8 ટકા રહી ગયો છે.
આ સાથે એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ કે, જેમ-જેમ કોરોના કેસ વધી રહ્યાં છે, તે સૌથી મહત્વપૂર્ણ છે કે અમે હોસ્પિટલોમાં સંક્રમણ નિયંત્રણ પ્રથાઓના પ્રોટોકોલનું પાલન કરીએ. તે જોવા મળ્યું છે કે મોટાભાગના દર્દી બીજા સંક્રમણ એટલે કે ફંગલ અને બેક્ટેરિયાના સંક્રમણથી મૃત્યુ પામી રહ્યાં છે.
ગુલેરિયા અનુસાર બ્લેક ફંગસ (Mucormycosis) ની પાછળ સ્ટેરોયડનો દુરૂપયોગ એક મોટુ કારણ છે. ડાયાબિટિસ, કોરોના પોઝિટિવ અને સ્ટેરોયડ લેનારા રોગીઓમાં ફંગલ સંક્રમણ વધવાની સંભાવના વધી જાય છે. તેને રોકવા માટે આપણે સ્ટેરોયડનો દુરૂપયોગ રોકવો પડશે. બ્લેક ફંગસનો આ રોગ, ચહેરા, નાક, આંખ કે મસ્તિષ્કને પ્રભાવિત કરી શકે છે, જેથી દ્રષ્ટિને હાની પહોંચી શકે છે. તે ફેફસામાં પણ ફેલાઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે