માત્ર 5 રાજ્યોમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 60%થી વધુ, સાજા થવાનો દર 78%: કેન્દ્ર

Coronavirus Cases in India: ભારતમાં સોમવારે કોવિડ-19 (Covid-19)ના 92071 નવા કેસ સામે આવ્યા બાદ કુલ કેસોની સંખ્યા વધીને 48.46 લાખ થઈ ગઈ છે, જ્યારે 37.80 લાખ લોકો આ બીમારીથી સાજા થઈ ચુક્યા છે. 

માત્ર 5 રાજ્યોમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 60%થી વધુ, સાજા થવાનો દર 78%: કેન્દ્ર

નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય મંત્રાલય  (Health Ministry)એ સોમવારે જણાવ્યું કે, દેશમાં કોરોના વાયરસ  (Coronavirus)ના એક્ટિવ દર્દીઓમાં60 ટકાથી વધુ મહારાષ્ટ્ર (Maharashtra), કર્ણાટક (Karnataka), આંધ્ર પ્રદેશ (Andhra Pradesh), ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને તમિલનાડુ (Tamilnadu)માં છે. તો દેશમાં સંક્રમણ બાદ સાજા થવાનો દર 78 ટકા થઈ ગયો છે. મંત્રાલયના આંકડા પ્રમાણે, ભારતમાં કોવિડ-19  (Covid-19)ના 92071 કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 48.46 લાખ થઈ ગઈ છે, જ્યારે 37.80 લાખ લોકો બીમારીથી સ્વસ્થ થઈ ગયા છે. 

સંક્રમણથી વધુ 1136 દર્દીઓના મોત સાથે મૃતકોની સંખ્યા વધીને 79722 થઈ ગઈ છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ભારતમાં સંક્રમણથી સાજા થવાનો વધતો દર એક ખુશીનો વિષય છે. સોમવારે દેશમાં રિકવરી રેટ 78 ટકા પહોંચી ગયો છે. મંત્રાલય પ્રમાણે એક દિવસમાં 77512 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને સાજા થયેલા કેસ અને એક્ટિવ કેસ વચ્ચે સતત અંતર વધી રહ્યું છે અને હવે તે  27,93,509 થઈ ગયા છે. 

દેશમાં સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા  9,86,598  છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સંક્રમણની સારવાર કરાવી રહેલા કુલ દર્દીઓમાં 60 ટકાથી દર્દીઓ પાંચ રાજ્યો- મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુથી છે. સાજા થનારા કુલ દર્દીઓમાં 60 ટકા પણ આ રાજ્યોમાંથી છે. 

મહારાષ્ટ્રમાં 21 ટકાથી વધુ કેસ
મંત્રાલયે જણાવ્યું કે, કુલ કેસમાંથી 60 ટકા કેસ પાંચ રાજ્યો- મહારાષ્ટ્રથી 21.9%, આંધ્ર પ્રદેશથી 11.7 ટકા, તમિલનાડુથી 10.4 ટકા, કર્ણાટકથી 9.5 ટકા અને ઉત્તર પ્રદેશથી 6.4 ટકા છે. તેમણે કહ્યું કે, 92071 કેસમાંથી મહારાષ્ટ્રમાં એક દિવસમાં સામે આવેલા 22 હજારથી વધુ કેસ સામેલ છે. જ્યારે આંધ્ર પ્રદેશથી આવેલા 9800 કેસ સામેલ છે. 

મોદી રાજમાં માલ્યા, નીરવ અને મેહુલ સહિત 38 લોકો દેશ છોડીને ભાગ્યા  

ભારતમાં 10 લાખ લોકો પર 3328 લોકો સંક્રમિત
તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સોમવારે કહ્યું કે, સરકાર અને સમાજના સહયોગથી કોરોના વાયરસને નાબુદ કરવાના પ્રયાસોને કારણે ભારત સંક્રમણના મામલા અને તેનાથી જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યા પ્રતિ દસ લાખની વસ્તી પર 3328 કેસ અને 55 લોકોના મોતને સીમિત રાખવામાં સફળ રહ્યું છે. જે આ રીતે પ્રભાવિત અન્ય દેશોની તુલનામાં વિશ્વમાં સૌથી ઓછો દર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news