ધોની ઇન્ડિયન આર્મી સાથે કાશ્મીરમાં કરશે ટ્રેનિંગ, સેના પ્રમુખની મંજુરી: સુત્ર

ભારતીય સેનાની સાથે ટ્રેનિંગ માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની અપીલને જનરલ બિપિન રાવતે મંજુરી આપી દીધી છે. તેઓ પેરાશુટ રેજિમેન્ટ બટાલિયનની સાથે ટ્રેનિંગ લેશે. ટ્રેનિંનો કેટલોક હિસ્સો જમ્મુ કાશ્મીરમાં પણ થવાની શક્યતા છે. જો કે સેના ધોનીને કોઇ પણ સક્રિય ઓપરેશનનો હિસ્સો નહી બનવા દે. 

ધોની ઇન્ડિયન આર્મી સાથે કાશ્મીરમાં કરશે ટ્રેનિંગ, સેના પ્રમુખની મંજુરી: સુત્ર

નવી દિલ્હી : ભારતીય સેનાની સાથે ટ્રેનિંગ માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની અપીલને જનરલ બિપિન રાવતે મંજુરી આપી દીધી છે. તેઓ પેરાશુટ રેજિમેન્ટ બટાલિયનની સાથે ટ્રેનિંગ લેશે. ટ્રેનિંનો કેટલોક હિસ્સો જમ્મુ કાશ્મીરમાં પણ થવાની શક્યતા છે. જો કે સેના ધોનીને કોઇ પણ સક્રિય ઓપરેશનનો હિસ્સો નહી બનવા દે. 

આતંકવાદીઓ જવાનોની નહી પરંતુ ભ્રષ્ટાચારીઓની હત્યા કરો: J&K રાજ્યપાલ
38 વર્ષીય ધોનીએ શનિવારે પોતાના સંન્યાસ અને વેસ્ટઇન્ડિઝની મુલાકાત પર ન જવાનાં ક્યાસ પર વિરામ લગાવતા ટીમ માટે બે મહિના સુધી પોતે ઉપલબ્ધ નહી હોવાનું જણાવી લીધું. પ્રાદેશિક સેનાના પેરાશુટ રેજિમેન્ટમાં માનદ લેફ્ટિનેંટ કર્નલ એમ.એસ ધોનીએ આવતા મહિને પોતાની રેજિમેન્ટ સાથે રહેવાનો નિર્ણય લીધો હતો, જેને સેના પ્રમુખની સ્વિકૃતી મળી ચુકી છે. 

કોઇ હોર્સ ટ્રેડિંગ નહી, મમતા બેનર્જીમાં દમ હોય તો રજુ કરે ખરીદાયેલા MLA
ધોનીએ રવિવારે પસંદગી સમિતીની બેઠક પહેલા બીસીસીઆઇને પોતાનો આ નિર્ણય અંગે જણાવી દીધું હતું. જો કે તે સ્પષ્ટ જણાવ્યું કે તેઓ હાલના સમયે ક્રિકેટથી સન્યાસ નથી લઇ રહ્યા. તે અગાઉ ધોનીનાં સંન્યાસના સમાચાર આવવા લાગ્યા હતા. 

સ્મોકિંગના કારણે ટ્રોલ થઇ પ્રિયંકા, લોકોએ દમની બિમારી યાદ કરાવી !
એક બીસીસીઆઇ અધિકારીના અનુસાર ધોની હજી પણ ક્રિકેટથી સંન્યાસ નથી લઇ રહ્યા છે. તેમમે કહ્યું કે, તેઓ પોતાના અર્ધસૈનિક રેજિમેન્ટની સેવા માટે બે મહિનાનો વિશ્રામ લઇ રહ્યા છે, જે તેમને ખુબ જ પહેલા કર્યું હતું. ધોનીએ પ્રવાસથી બહાર થયા બાદ ઋષભ પંતને ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને ટી20) માં વિકેટકીપર તરીકે રખાયા છે, જ્યારે રિદ્ધિમાન સાહા ટેસ્ટમાં વિકેટ કિપિંગ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news