સિંગાપુર સાથે Raj Kundra નું કનેક્શન, પોલીસે Neuflix ના માલિકને ઈશ્યુ કરી લુકઆઉટ નોટિસ

સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં (Soft Pornography Case) મુંબઇ ક્રાઈમ બ્રાંચે (Mumbai Crime Branch) OTT પ્લેટફોર્મ Neufil ના માલિક યશ ઠાકુરને (Yash Thakur) વોન્ટેડ જણાવતા લુક આઉટ નોટિસ પાઠવી છે

Trending Photos

સિંગાપુર સાથે Raj Kundra નું કનેક્શન, પોલીસે Neuflix ના માલિકને ઈશ્યુ કરી લુકઆઉટ નોટિસ

મુંબઇ: સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં (Soft Pornography Case) મુંબઇ ક્રાઈમ બ્રાંચે (Mumbai Crime Branch) OTT પ્લેટફોર્મ Neufil ના માલિક યશ ઠાકુરને (Yash Thakur) વોન્ટેડ જણાવતા લુક આઉટ નોટિસ પાઠવી છે. અગાઉ ક્રાઇમ બ્રાંચે કેનરીન પ્રોડક્શન હાઉસના સીઈઓ પ્રદીપ બક્ષીને (Pradeep Bakshi) લુક આઉટ નોટીસ આપી હતી.

સિંગાપુરમાં છે યશ ઠાકુર
કેનરીન કંપનીના ડિરેક્ટર પ્રદીપ બક્ષીની સાથે, મુંબઈ પોલીસે (Mumbai Police) યશ ઠાકુર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પાઠવી છે. પોલીસની મળતી માહિતી મુજબ, યશ ઠાકુર (Yash Thakur) સિંગાપુરમાં છે. યશ ઠાકુર OTT પ્લેટફોર્મ Neuflix નો સર્વેસર્વા હોવાનું કહેવાઈ રહ્યું છે, જે પહેલાથી સાયબર પોલીસની દેખરેખ હેઠળ છે.

રાજ કુન્દ્રાની કંપની પર પોલીસ કાર્યવાહી
મુંબઇ પોલીસે બુધવારે સાંજે મુંબઈમાં વિઆન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ઓફિસ અને રાજ કુન્દ્રાના (Raj Kundra) કેટલાક અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. મુંબઇ પોલીસે (Mumbai Police) રાજ કુન્દ્રાની ઓફિસમાંથી કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક જપ્ત કરી અને સર્વરને સીઝ કર્યું છે. દરોડા દરમિયાન પોલીસને પોર્ન વીડિયો પણ મળી આવ્યા છે, જે કબજે કરવામાં આવ્યા છે. વિઆન ઇન્ડસ્ટ્રીઝનું રજિસ્ટ્રેશન Retail Trade, Except Of Motor Vehicles And Motorcycles, Repair Of Personal And Household Goods ના નામ પર કરાયું હતું. પરંતુ બાદમાં તેના તમામ કામનો અવકાશ બદલી નાખ્યો. આમાં OTT Media સેગમેન્ટ ઉમેરવામાં આવ્યું અને Bolly Fame to Bolly Media Ltd તરીકે બહાર આવ્યું.

શંકાના દાયરામાં છે રાજ કુન્દ્રાની બીજી કંપની
વિઆન ઇન્ડસ્ટ્રીઝની ઓફિશિયલ ઓફિસ રાજ કુન્દ્રાની બીજી કંપની JL Stream India Private Limited ની ઓફિસ છે. JL Stream 24 કલાક લાઇવ સ્ટ્રીમિંગ કરતી પહેલી કંપની હોવાનો દાવો કરે છે. હાઈ કેપેસિટીના સર્વરની મદદથી લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. આમાં, સેલિબ્રિટીઝ અથવા જેઓ તેમના સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સુધી પહોંચવાનું થતું હતું, તેઓ સામેલ હતા. કંપની પણ મુંબઇ પોલીસના શંકાના દાયરામાં છે. આ કંપનીની એક ઓફિસ સિંગાપુરમાં છે અને બીજી લંડનમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news