UDA: લો બોલો...દેશના આ રાજ્યમાં બધા પક્ષો ભેગા થઈ ગયા, વિપક્ષ વગર ચાલશે સરકાર
આ રાજ્યમાં સત્તા પક્ષ અને વિપક્ષ એમ તમામ પક્ષોએ ભેગા મળીને સરકાર ચલાવવાનો નિર્ણય લીધો છે.
Trending Photos
કોહિમા: ભારતના પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં હવે સત્તા સંચાલનનું નવું સ્વરૂપ અમલમાં આવ્યું છે. અહીં સત્તા પક્ષ અને વિપક્ષના તમામ પક્ષોએ ભેગા મળીને સરકાર ચલાવવાનો નિર્ણય લીધો છે. જેને યુનાઈટેડ ડેમોક્રેટિક અલાયન્સ (UDA) નું નામ અપાયું છે. આ રીતે હવે પ્રદેશમાં વિપક્ષ વગર સરકાર ચાલશે.
સીએમ નેફિયુ રિયોનના નેતૃત્વમાં નાગાલેન્ડના તમામ રાજકીય પક્ષોએ શનિવારે હાથ મિલાવી લીધો. સાથે મળીને કામ, સત્તા ચલાવવાના સંકલ્પ સાથે જ સર્વપક્ષીય સરકારની રચનાને અંતિમ સ્વરૂપ અપાયું. સીએમ રિયોએ ટ્વીટ કરીને યુનાઈટેડ ડેમોક્રેટિક અલાયન્સની રચનાની જાણકારી આપી. જેમાં NDPP, NPF, ભાજપ અને અપક્ષ ધારાસભ્ય સામેલ છે.
The nomenclature of United Democratic Alliance (UDA) for the Opposition-less Government in Nagaland has been unanimously resolved by the legislators and Party leaders of the @NDPPofficial, @BJP4Nagaland, NPF and Independent MLAs. pic.twitter.com/TDdWC4mKBP
— Neiphiu Rio (@Neiphiu_Rio) September 18, 2021
તમામ પક્ષોએ સામાન્ય સહમતિથી યુડીએ નામ સ્વીકાર્યું. સરકારના પ્રવક્તા નીબા ક્રોનુએ જણાવ્યું કે તમામ ધારાસભ્ય સંયુક્ત સરકારની રચના માટે વિધાનસભા અધ્યક્ષને પત્ર લખશે. જુલાઈમાં વિપક્ષી દળ NPF એ નાગા મુદ્દાના રાજનીતિક ઉકેલ માટે પ્રસ્તાવ પ્રસાર કર્યો હતો.
અત્રે જણાવવાનું કે રિયોની પાર્ટી એનડીપીપીએ 2018 નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું અને 18 સીટો તેમણે જીતી જ્યારે ભાજપે 12 બેઠકો જીતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે