કોમી એકતા વચ્ચે સુરતમાં ગણેશ વિસર્જનનું આયોજન, સીઆર પાટીલ હાજરી આપશે

ભગવાન ગણેશને વિદાય આપવાની ઘડી આવી ગઈ છે. આજે દેશભરમાં ભક્તો ભારે તેમના વ્હાલસોયા બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે. અનંત ચતુર્દશીના પર્વ પર મોટી સંખ્યામાં ભકતો ભગવાન ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા ઉમટી પડ્યા છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિત રાજ્યના તમામ શહેરોમાં ગણપતિ વિસર્જન (ganesh visarjan) માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે સુરત (Surat) ના એક ગણેશ પંડાલમાં વિસર્જન સમયે કોમી એકતાના દર્શન થયા છે. 
કોમી એકતા વચ્ચે સુરતમાં ગણેશ વિસર્જનનું આયોજન, સીઆર પાટીલ હાજરી આપશે

ચેતન પટેલ/સુરત :ભગવાન ગણેશને વિદાય આપવાની ઘડી આવી ગઈ છે. આજે દેશભરમાં ભક્તો ભારે તેમના વ્હાલસોયા બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે. અનંત ચતુર્દશીના પર્વ પર મોટી સંખ્યામાં ભકતો ભગવાન ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા ઉમટી પડ્યા છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિત રાજ્યના તમામ શહેરોમાં ગણપતિ વિસર્જન (ganesh visarjan) માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે સુરત (Surat) ના એક ગણેશ પંડાલમાં વિસર્જન સમયે કોમી એકતાના દર્શન થયા છે. 

સુરતમાં ગણેશ વિસર્જનમાં કોમી એકતાના દર્શન થયા છે. આજે ગણેશ વિસર્જનના પર્વે કોમી એકતા જોવા મળી છે. સુરતના હિન્દૂ મિલન મંદિરમાં ગણેશ વિસર્જનની વિધિ હાથ ધરાઈ હતી. ત્યારે આ ગણેશ વિસર્જનમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ એકસાથે ગણેશ વિસર્જન કરશે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ખાસ ઉપસ્થિત રહેશે. આ ગણેશ વિસર્જનમાં હિન્દુ સંતો દ્વારા મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ જોડાતા હોય છે. 

આ વિશે મુસ્લિમ અગ્રણી કબીરભાઈએ જણાવ્યું કે, મને આનંદ થાય છે કે, હુ સહભાગી બન્યો છે. દર વર્ષે વાગળ અને ચોક બજારમાં અમે ગણેશ ચતુર્થી સમતે પ્રતિમાનું સ્વાગત કરતા હોઈએ છીએ, પણ આ વર્ષે પરવાનગી ન હોવાથી તે કરી શક્યા ન હતા. તેથી પોલીસ કમિશનરની મીટિંગમાં સૂચન આવ્યું કે, વિસર્જન સમયે ભાગ લેવો. આજે શહેરના વરિષ્ઠ સંતો આવ્યા છે, અને અહીથી સુંદર મેસેજ લોકોમાં ગયો છે. હુ તેને બિરદાવુ છું. ઈશ્વરને પ્રાર્થના કે કોમી એકતા જળવાઈ રહે. તો સ્વામી અમીષાનંદે કહ્યું કે, સુરતની પરંપરા રહી છે કે વિસર્જન સમયે અને મહોરમના તાજિયા નીકળે છે ત્યારે બંને કોમના લોકો એકબીજાના તહેવારોમાં આત્મીયતાથી ભાગ લે છે. અગ્રણીઓ તેનુ સ્વાગત કરે છે. જેથી મેસેજ જાય છે કે ભારતમાં રહેતા તામ લોકો ભારત માતાના દીકરા છે. બધા હળીમળીને રહે તે જ અમારો હેતુ છે. 

ઉલ્લેખનીય છે કે, સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે અને આડેધડ વિસર્જન કરવાને બદલે વિસર્જન સમયે ફરજિયાત પોલીસ મંજૂરી પણ લેવાની રહેશે. કોરોના ગાઈડલાઈનના ફરજિયાત પાલન સાથે ગણપતિ વિસર્જન થાય તેનું સંપૂર્ણ ધ્યાન પોલીસ તંત્ર રાખશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news